અજબગજબ જીવનશૈલી

એક એવો વ્યક્તિ જે એક સમયે ઘોડાગાડી ચલાવતો હતો, આજે 97 વર્ષની ઉંમરે છે 25 કરોડનો પગારદારી

ટીવી ઉપર આવતી એક જાહેરાત દરેક વ્યક્તિએ જોઈ હશે. “અસલી મસાલે સચ સચ, એમ.ડી.એચ.” આ જાહેરાતમાં કામ કરનારા એક વૃદ્ધ વિશે ઘણી એવી વાતો છે જે તમને પણ નહિ ખબર હોય.  આ વ્યક્તિનું નામ છે મહાશય ધરમપાલ ગુલાટી અને તે હવે 97 વર્ષના થઇ ગયા છે. એમડીએચ કંપનીના માલિક પણ આજ વ્યક્તિ છે. તેમના જીવનની કહાણી પણ ખુબ જ રસપ્રદ છે. ચાલો આજે એમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ….

Image Source

ધરમપાલ ગુલાટી માત્ર 5માં ધોરણ સુધી જ ભણ્યા છે. આગળના અભ્યાસ માટે તે ક્યારેય સ્કૂલમાં નથી ગયા. ભલે તેમને પુસ્તકનું શિક્ષણ નથી લીધું પરંતુ આજે તેમને દુનિયાભરના વ્યવસાહી લોકો પોતાના આદર્શ માને છે.

Image Source

યુરોમોનિટરના જણાવ્યા પ્રમાણે ધરમપાલ ગુલાટી એફએમસીજી સેક્ટરના સૌથી વધારે કમાણી કરવા વાળા સીઈઓ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વર્ષ 2018માં તેમને 25 કરોડ રૂપિયા પગાર લીધો હતો.

Image Source

ગુલાટી પોતાના પગારનો લગભગ 90 ટકા ભાગ દાન કરી દે છે. તે 20 સ્કૂલ અને 1 હોસ્પિટલ પણ ચલાવે છે.

Image Source

97 વર્ષના ધરમપાલ ગુલાટી પોતાની પ્રોડ્કટની જાહેરાત પોતે જ કરે છે, મોટાભાગે આપણે તેમને ટીવી ઉપર મસાલાની જાહેરાતમાં મસાલા વિશે જણાવતા જોયા હશે. તેમને દુનિયાના સૌથી વધુ ઉંમરવાળા એડ સ્ટાર માનવામાં આવે છે.

Image Source

ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ સિયાલકોટ (પાકિસ્તાન)માં થયો હતો. 1947માં દેશના વિભાજન બાદ તે ભારત આવી ગયા. ત્યારે તમેની પાસે ફક્ત 1500 રૂપિયા હતા.

Image Source

ભારતમાં આવીને તેમને પોતાના પરિવારના ભરણ-પોષણ માટે ઘોડાગાડી ચલાવવાનું શરૂ કર્યું હતું. પછી જલ્દી જ તેમના પરિવાર પાસે એટલી સંપત્તિ જમા થઇ ગઈ કે તે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ ઉપર મસાલાની એક દુકાન ખોલી શકે.

Image Source

આ દુકાનમાંથી મસાલાનો કારોબાર ધીમે ધીમે એટલો ફેલાતો ગયો કે આજે તેમની ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેકટરીઓ છે. આ ફેક્ટરીઓમાંથી તૈયાર થયેલા એમડીએચ મસાલા દુનિયાભરમાં પહોંચે છે. એમડીએચની કુલ 62 પ્રોડક્ટ્સ છે. કંપની ઉત્તરી ભારતના 80 ટકા બજાર ઉપર કબ્જો હોવાનો દાવો કરે છે.

Image Source

ધરમપાલ ગુલાટી આજે 97 વર્ષના છે. છતાં પણ તે દરરોજ દિલ્હી, ફરીદાબાદ, ગુડગાંવની કોઈને કોઈ ફેકટરીમાં વિઝીટ કરે છે.તેમની છ દીકરીઓ છે અને એક દીકરો છે. જે તેમના મસાલાના સામ્રાજ્યનું સંચાલન કરવામાં મદદ કરે છે. 2 હજાર કરોડ રૂપિયા બજાર મૂલ્યની મહાશિયન દિ હટ્ટી (MDH) ગ્રુપના સીઈઓ ગુલાટી પદ્મ ભૂષણ સન્માનથી પણ સન્માનિત છે.

Image Source

ગુલાટીનું કહેવું છે કે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય ઓછું ખાવું અને નિયમિત વ્યાયામમાં છુપાયેલું છે. ગુલાટી પોતાના હાથ ફફડાવતા અને સફેદ દાંત બતાવતા કહે છે: “હું ઘરડો નથી, જવાન છું.” તે સવારે 4 વાગે પોતાની પથારી છોડી દે છે. પછી થોડીવાર વ્યાયામ કરીને હલકો નાસ્તો લઈને ચાલવા માટે નહેરુ પાર્કમાં ચાલ્યા જાય છે. તે સાંજે અને રાત્રે પણ જમ્યા બાદ ચાલવા માટે જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.