McDonald’s નો આ નગેટ વેચાયો એટલી મોટી કિંમતમાં કે જાણીને આંખો પહોળી જ રહી જશે, જાણો શુ છે ખાસિયત

ફાસ્ટ ફૂડનું નામ સાંભળતા જ પહેલા તો મનમાં McDonald’sનો ખ્યાલ આવી ગયો હશે નહિ ? McDonald’s નું બર્ગર હોય કે નગેટ્સ મોંમાં પાણી તો આવી જ જાય છે. ખાસ કરીને એ લોકો જે નોનવેજ પસંદ કરે છે. તેમને ચિકન નગેટ્સ ઘણુ પસંદ હોય છે. પરંતુ શુ તમે એ વિચાર્યુ કે, 100-200 રૂપિયામાં મળનાર આ ચિકન નગેટ્સ 73 લાખ રૂપિયામાં પણ મળી શકે છે. જી હાં, સાંભળીને તમને જરૂર હેરાની થશે પરંતુ આ હકિકત છે.

ઓનલાઇન ગેમ “અમંગ અસ”ના કેરેક્ટર આકારના આ ચિકન નગેટને ebay પર polizana નામના યુઝરે લિસ્ટ કર્યુ હતુ. આ એક સ્પેશિયલ મીલનો હિસ્સો હતો જેણે McDonald’sના પ્રસિદ્ધ કોરિયાઇ બૈંડ BTSથી પ્રેરિત થઇને તૈયાર કર્યુ હતુ.

વેબસાઇટ પર લખ્યુ છે કે, આ લગભગ 14 દિવસો સુધી ખરાબ થતુ નથી અને એક્સપાયરી ડેટ પહેલા તેને ડિલીવર કરવામાં આવશે. આ સ્પેશિયલ નગેટની બોલી 99 સેંટથી શરૂ થ હતી અને લગભગ 184 બિડ્સ પ્રાપ્ત કર્યા બાદ તેને 99,997 ડોલરમાં વેચવામાં આવ્યુ જે 73 લાખ રૂપિયાથી પણ વધારે છે.

તમને જણાવી દઇએ કે, ચિકન નગેટ ફાસ્ટ ફૂડ ચેન McDonald’s નું ઘણુ ફેમસ ફૂડ છે. કુરકુરી બાહરી પરત સાથે અંદર એક સોફ્ટ અને મસાલેદાર ચિકન તેના સ્વાદને બમણો કરે છે.

Shah Jina