અટલબ્રિજ પરથી MBBSના વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ, 2 કલાકની તનતોડ મહેનત પછી મળી લાશ, ઇન્સ્ટાગ્રામ પર છેલ્લે….

કેમ ભણેલાઓને આત્મહત્યા કરવી પડે છે, પહેલો કિસ્સો જેમાં અટલબ્રિજ પરથી છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું, મરતા પહેલા ઇન્સ્ટાગ્રામમાં કહ્યું હતું કે મારે…

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં જ અમદાવાદના અટલ બ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ અને આ વિદ્યાર્થીએ મંગળવારે રાત્રે મોતની છલાંગ લગાવી હતી. મૃતકની ઓળખ MBBSના વિદ્યાર્થી પારિતોષ મોદી તરીકે થઈ છે, જે પાલનપુરનો વતની છે અને NHL મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પ્રાથમિક તપાસ બાદ માનવામાં આવી રહ્યું છે કે અભ્યાસને લગતા તણાવને કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે. અત્યારે MBBSની યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે અને પારિતોષે પણ પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો અને ફાયરના જવાનો દોડી ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી પણ 2 કલાકની લાંબી શોધખોળ બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. NHL મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં MBBSમાં અભ્યાસ કરતા પારિતોષ મોદીએ અટલબ્રિજ પરથી રાતના સમયે સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. જો કે, આત્મહત્યા પહેલા તેણે સોશિયલ મીડિયામાં ફ્રીડમની પોસ્ટ મૂકી હતી અને તે પોસ્ટ મૂક્યાના 8 કલાક તેણે જિંદગીથી ફ્રીડમ મેળવી હતી.

જો કે તે કોનાથી અને ક્યાંથી ફ્રીડમ મેળવવા માગતો હતો એ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પારિતોષના આપઘાતથી પરિવાર અને તેના મિત્રો પણ આઘાતમાં છે અને હાલ તો આ મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે, તેના પિતા પિયુષ મોદી બનાસકાંઠાના કોતરવાડા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર છે અને તેનો જોડિયો ભાઈ આશુતોષ મોદી પણ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, પણ તે વડોદરાની મેડિકલ કોલેજમાં છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, અભ્યાસને કારણે પારિતોષ ખૂબ જ ચિંતામાં હતો અને તેણે માતાને વિનંતી પણ કરી હતી કે તે અમદાવાદ આવીને તેની સાથે રહે. તેણે નવેમ્બર મહિનામાં હોસ્ટેલ છોડી દીધી અને પછી તે અમદાવાદના મણિનગરમાં આવેલ પુષ્કર અપાર્ટમેન્ટમાં માતા સાથે ભાડાના ઘરમાં રહેતો હતો. હાલ તો તેણે ડિપ્રેશનમાં આવી આવું પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક કારણ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina