ચા વાળા પર ફિદા થઇ ગઇ MBBS ડોક્ટર, પહેલા કર્યુ ઇઝહાર એ મહોબ્બત અને પછી કર્યા નિકાહ, ઘણી દિલચસ્પ છે લવ સ્ટોરી

સફાઇ કર્મચારી અને ચા બનાવા વાળાના નસીબ ખુલી ગયા, મહિલા ડોક્ટર લટ્ટુ થઇ ગઈ, ખુબસુરત જોડી જોઈને ભલભલાંનો જીવ આસમાને પહોંચી જશે

પ્રેમ ક્યારેય કઇ જોઈને થતો નથી, બસ થઈ જાય છે. પ્રેમમાં પૈસા, સ્ટેટસ, નાત, જાત વગેરે જોવામાં આવતુ નથી. આ વાતને આ જમાનામાં ઘણા લોકોએ સાબિત કરી છે, જ્યાં આજકાલ કહેવામાં આવે છે કે આજની દુનિયામાં સાચો પ્રેમ જ બચ્યો નથી, લોકો હવે પ્રેમમાં પણ પોતાનો ફાયદો જુએ છે, ત્યાં એક MBBS ડૉક્ટરે સફાઈ કામદાર અને ચા બનાવનાર સાથે લગ્ન કરી સાચા પ્રેમનો દાખલો બેસાડ્યો છે. ખાસ વાત એ છે કે મહિલા ડોક્ટર કિશ્વર સાહિબાએ શહજાદને પ્રપોઝ કર્યું હતું.એક યુટ્યુબ ચેનલ પર આ કપલની લવ લાઈફ વિશે વાત કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં રહેતા આ કપલની કહાની હાલમાં ચર્ચામાં છે. આ કપલ પાકિસ્તાનના ઓકારા તહસીલના દિપાલપુરનું રહેવાસી છે. આ દંપતી તેમની અંગત યુટ્યુબ ચેનલ પર તેમનું દૈનિક જીવન પણ બતાવે છે. શહઝાદ એ જ હોસ્પિટલમાં સફાઈ કામ કરતો હતો જ્યાં કિશ્વર ડૉક્ટર તરીકે પોસ્ટેડ હતી. આ સિવાય તે ચા પણ બનાવતો હતો. શહઝાદે યુટ્યુબ વિડિયોમાં કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. કિશ્વરે કહ્યું કે તેને શહજાદનું વ્યક્તિત્વ ખૂબ પસંદ છે. તેને જોઈને લાગતું નહોતું કે તે સફાઈ કરનાર છે કે ચા બનાવનાર છે.

તે પોતાનું કામ કરતો હતો, તેની સાદગી જોઈને તે તેના પર દિલ હારી બેસી હતી. એકવાર તો તેને લાગ્યું કે શહઝાદ હાથમાંથી નીકળી ન જાય, તેથી તેણે માતા-પિતાને જાણ કર્યા વિના પ્રસ્તાવ મૂક્યો. કિશ્વર કહે છે કે તેણે એક જ દિવસમાં તેના આખા જીવનનો નિર્ણય લઈ લીધો હતો. જ્યારે શહજાદને પૂછવામાં આવ્યું કે લોકો મોટાભાગે તેમના સ્ટેટસ પ્રમાણે લગ્ન કરે છે, પરંતુ શું થયું કે ડોક્ટરોએ તેને દિલ આપી દીધું. તેના પર તેણે કહ્યું – આ બધું નસીબની વાત છે. તેણે મને પ્રપોઝ કર્યું.શહેઝાદે જણાવ્યું કે તેની ડ્યુટી ત્રણ ડોક્ટરોના રૂમમાં હતી.

તે ઘણીવાર ડોક્ટરોના રૂમમાં સાફસફાઈ કરવા, ચા આપવા જતો. આવી સ્થિતિમાં એક દિવસ કિશ્વરે તેનો નંબર માંગ્યો અને કહ્યું કે ઘણી વાર જ્યારે તમે નહિ હોવ ત્યારે હું તમને ફોન કરીને બોલાવી લઇશ. આ વિચારીને શહજાદે તેને નંબર આપ્યો. એક દિવસ શહઝાદ વોટ્સએપ પર કોઈ સ્ટેટસ મૂકી રહ્યો હતો, કિશ્વરે તે લાઈક કર્યું. પછી તે જ દિવસે તેણે શહજાદને હોસ્પિટલના તેના રૂમમાં બોલાવ્યો અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. પ્રપોઝ કર્યા બાદ શહજાદ હચમચી ગયો હતો, તે માની શકતો નહોતો.

તેણે આ પ્રસ્તાવને મજાક સમજી લીધુ. તે પછી તે થોડા દિવસો સુધી હોસ્પિટલમાં આવ્યો ન હતો. શહઝાદે વીડિયોમાં જણાવ્યું કે પ્રસ્તાવ સાંભળીને તેને તાવ આવી ગયો હતો. પરંતુ બાદમાં તે કિશ્વરને મળવા પહોંચી ગયો હતો. શહજાદે જણાવ્યું કે કિશ્વરે લગ્ન કર્યા બાદ હોસ્પિટલ છોડી દીધી હતી કારણ કે તેને તેના મિત્રોના ટોણા સાંભળવા પડતા હતા. હવે તે બંને તેમના ઘરની નજીક ક્લિનિક ખોલવા માંગે છે. જેમાં કિશ્વર દર્દીઓની સારવાર કરી ગુજરાન ચલાવી શકે છે.

Shah Jina