બોલીવુડના જાણીતા એક્ટર અરમાન જૈનની રિસેપ્સન પાર્ટીનું આયોજન ફેબ્રુઆરી સાંજે મુંબઈમાં કરવામાં આવ્યું હતું. અરમાન જૈનના રિસેપ્સનમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, કરણ જોહર, રેખા, કરીના, કરિશ્મા સહીત બોલીવુડના સેલિબ્રિટીઓ ઉમટી પડયા હતા. અરમાન જૈનના રિસેપ્સનમાં જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણી પુરા પરિવાર સાથે પહોંચ્યા હતા. આ પહેલા પણ અંબાણી પરિવાર બધી જ રસમોમાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
આ રિસેપ્સન પાર્ટીમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી તેનો પુત્ર અનંત અંબાણીએ સાથે પોઝ આપ્યો હતો. આ બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે રાધિકા મર્ચન્ટ. જયારે આખો પરિવાર કેમેરા સામે પોઝ આપી રહ્યો હતો ત્યારે નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટને તેની પાસે ખેંચી હાથ પકડીને ફોટો ખેંચાવે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન સમયથી જ લાઇમલાઇટમાં રહે છે. આકાશના લગ્નમાં રાધિકા ડાન્સ કરતી નજરે ચડી હતી. રાધિકાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં જોત-જોતમાં વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
રાધિકા મર્ચન્ટ આઇપીએલ અને અન્ય ઘણી ઇવેન્ટમાં અનંત અંબાણી સાથે જોવા મળે છે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, જલ્દી જ અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાઈ જશે. હજુ સુધી બંનેએ તેના સંબંધનું એલાન નથી કર્યું. અરમાન જૈનના રિસેપ્સનમાં જે રીતે નીતા અંબાણી અને રાધિકાની નજદીકીયાં જોવા મળી હતી તે પરથી પુષ્ટિ થઇ જાય છે.
જણાવી દઈએ કે, રાધિકાનો પરિવાર મૂળ ગુજરાતનો છે. રાધિકાના દાદા અજિતકુમાર ગોવર્ધનદાસ મર્ચન્ટ પણ એક સાધારણ વેપારી હતા બાદમાં સફળ થયા હતા. રાધિકાના પિતા વીરેન મર્ચંટ એડીએફ ફૂડ લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
View this post on Instagram
આ બાદ તે એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લીમીટેડ કંપની સંભાળે છે. રાધિકાએ તેનું સ્કુલન ભણતર મુંબઈથી પૂર્ણ કર્યું છે. આ બાદ રાધિકાએ પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ન્યુયોર્ક યુનિવર્સીટીથી ગ્રેજયુએશન કર્યું છે. રાધિકા મર્ચન્ટે તેની કરિયરની શરૂઆત કેડાર કન્સલ્ટન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયાફર્સ્ટ જેવી કંપનીથી કરી હતી.
View this post on Instagram