અદ્દભુત-અજબગજબ ખબર

પોતાની દીકરી અને લાખોની નોકરી છોડી 8 વર્ષથી અઘોરી બની ગઈ આ MBA થયેલી મહિલા, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

મોટાભાગના લોકો વિચારતા હોય છે કે સારું ભણ્યા બાદ તેમને સારી નોકરી મળે અને આગળનું જીવન સુખ અને શાંતિથી વીતે, પરંતુ લાખોની નોકરી મળ્યા બાદ કોઈ સંસાર જીવનનો ત્યાગ કરી અને વૈરાગ્ય પસંદ કરે તો કેવું લાગે?

Image Source

પરંતુ પ્રયાગરાજ કુંભમાં એક એવી મહિલા અઘોરી જોવા મળી હતી જેને MBAની ડિગ્રી લીધી હતી. અને તેના લગ્ન પણ થઇ ગયા હતા. તેની એક દીકરી પણ છે. પરંતુ 8 વર્ષ પહેલા મહિલાએ બધું જ ત્યજી અને સ્મશાનનો રસ્તો અપનાવી લીધો અને અઘોરી બની ગઈ.

Image Source

આપણા સમાજની અંદર મહિલાઓને સ્મશાન અને કબ્રસ્તાનમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે ત્યાં આ મહિલા સ્મશાનમાં જઈને શિવની આરાધના કરે છે અને આજે એક અઘોરી તરીકે પોતાનું જીવન વિતાવી રહી છે. આ અઘોરી મહિલાનું નામ છે પ્રત્યંગિરા. જેને કમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેને એચઆરથી એમબીએ પણ કર્યું છે. એમબીએ કરતા પહેલા તેને બીસીએ પણ કર્યું છે અને અઘોરી બનતા પહેલા તે એક નામી સોફ્ટવેયર કંપનીની અંદર નોકરી પણ કરતી હતી.

Image Source

આ મહિલા અઘોરી ગળાની અંદર નરમુંડો અને રુદ્રાક્ષની માળા પહેરે છે. અને કાળા વસ્ત્રો તેની ઓળખ બની ગયા છે. તેને માથા ઉપર કાળા રંગની પાઘડી પણ ધારણ કરી છે.

Image Source

આ અઘોરી મહિલા મહાદેવની સાધક છે અને તેનું કહેવું છે કે મહાદેવનું સ્થાન સ્મશાનમાં છે, માટે તે 8 વર્ષ પહેલાથી જઈને સ્મશાનમાં સાધના કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.