લગ્ન કરીને ઠરીઠામ થઇ અને હવે નોકરી કરી કમાય છે કરોડો રૂપિયા, અત્યારની તસ્વીરો જોઈને તમે નહીં ઓળખી શકો એ નક્કી!
આપણે સૌ જોઈએ છીએ કે, બોલીવુડમાં ઘણા લોકો નસીબ અજમાવવા આવતા હોય છે. ઘણા લોકો તેમાં સફળ થાય છે તો ઘણા લોકો તેમાં નિષ્ફ્ળ થાય છે. આવું જ કંઈક 90ના દાયકાની એક્ટ્રેસ સાથે થયું છે.
View this post on Instagram
90નાં દશકની પોપ્યુલર ફિલ્મ ‘પાપા કહેતે હૈ’ની એક્ટ્રસ મયૂરી કાંગો યાદ છે ? આ ફિલ્મ નહીં પરંતુ ઘર સે નિકલતે હી કુછ દેર ચલતે હી, રાસ્તે મેં હૈ ઉસકા ઘર’ ગીત તો યાદ જ છે. આ ગીત પર 2018માં ઘણા મીમ્સ બન્યા હતા. આ ગીતની એક્ટ્રેસ મયુરી કાંગોએ વર્ષો પહેલા બોલીવુડને અલવિદા કહી દીધું છે. . મયૂરી છેલ્લીવાર 2000માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વામસી’માં જોવા મળી હતી. આ પછી તે કોઈ બોલિવૂડ પાર્ટી, ફંક્શન અને ઇવેન્ટમાં જોવા નહોતી મળી. મયૂરી અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર તેમની જૉબ અને ફેમિલીમાં વ્યસ્ત છે.
View this post on Instagram
ફરીથી મયુરી કાંગો ચર્ચામાં આવી છે. મયુરી ફિલ્મ માટે નહીં પરંતુ ગુગલ સાથે નવી શરૂઆતને લઈને ચર્ચામાં આવી છે. મયૂરીને ‘ગૂગલ ઇન્ડિયા’માં કરોડો રૂપિયાનું પેકેજ ઓફર થયું છે. હાલમાં તે ઇન્ડસ્ટ્રીઝ હેડ તરીકે કામ કરી રહી છે. મયૂરીના લિન્ક્ડઇન પ્રોફાઇલ મુજબ તે પહેલાંડિજિટલ ફ્રેન્ચ એડવર્ટાઇઝિંગ પબ્લિસિસ ગ્રુપ કંપની Performix Resultrix કામ કરતી હતી. જેમાં મયૂરીમેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. કોલેજ દરમિયાન મયુરીને આઈઆઈટી કાનપુર માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મોને કારણે એડમિશન લીધું ના હતું.
View this post on Instagram
1995માં આવેલી ફિલ્મ ‘નસીમ’થી ડેબ્યુ કરનારી મયૂરીએ ‘પાપા કહેતે હૈ’ અને ‘હોગી પ્યાર કી જીત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ બાદ 2000માં તેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જેમાં ‘નરગીસ’ (2000), ‘થોડા ગમ થોડી ખુશી’ (2001), ‘ડૉલર બાબૂ’ (2001) અને ‘કિટ્ટી પાર્ટી’ (2002) જેવી સિરિયલમાં કામ કર્યું છે. બૉલીવુડ અને ટીવીમાં અસફળ કરિયરને કારણે તેને લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
મયુરી કોંગોએ ડિસેમ્બર 2003 માં એનઆરઆઈ આદિત્યઢીલન સાથે લગ્ન કરી અમેરિકા શિફ્ટ થઇ ગઈ હતી. તેમણે ત્યાં માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમબીએ કર્યું. મયુરીને 8 વર્ષનો પુત્ર ‘કિયાન’ પણ છે.
મયૂરીના જણાવ્યા મુજબ, ‘2013માં હું ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ કેમ કે, મારા સાસરીવાળા અહીંના છે અને મારો દિકરો પણ તેમની સાથે રહી શકે.