મનોરંજન

44વર્ષના થયા રામાયણના લવ, એક્ટિંગથી દૂર એક મોટી કંપનીમાં કરી રહ્યો છે કામ

જાણો, લવની ભૂમિકા ભજવનાર એક્ટર મયુરેશ ક્ષેત્રમાડેની રિયલ લાઇફ વિશે

રામાનંદ સાગરની ઉત્તર રામાયણમાં રામના દીકરા લવની ભૂમિકા ભજવનાર એક્ટર મયુરેશ ક્ષેત્રમાડે 44 વર્ષના થઇ ગયા છે. રામાયણના સમયે મયુરેશ સ્કૂલમાં ભણતો હતો. જો કે તેણે એક્ટિંગ ફિલ્ડમાં પોતાના કરિયર બનાવ્યુ નથી.

મયુરેશે યુનિવર્સિટી ઓફ બોમ્બેથી સ્ટેટિક્સમાં બેચલર ડિગ્રી લીધી અને માસ્ટર ઇન ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે. મયુરેશએ ટેક્સાસ યુનિવર્સિટીથી પણ ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધી છે. ત્યાર બાદ અમેરિકાના ન્યુજર્સી જતો રહ્યો અને ત્યાં એક મોટી કંપનીમાં સીઇઓની પોસ્ટ પર રામ કરી રહ્યો છે.

એટલુ જ નહીં, મયુરેશ કોર્પોરેટ દુનિયાનો જાણીતો લેખક પણ છે. તેણે બે વિદેશી લેખકો સાથે મળીને `સ્પાઇટ એન્ડ ડેવલોપમેન્ટ’ નામનું પુસ્તક લખ્યું છે.

દુરદર્શન પર રામાયણની પોપ્યુલારિટી જોઇને તેના કલાકારોને જોવા અને તેમના વિશે જાણવા માટે ઉત્સાહિત છે. બધા કલાકારો તો આજે પણ કોઇને કોઇ રીતે એન્ટરટેન્મેટ સાથે જોડાયેલા છે પરંતુ લવ એટેલે કે મયુરેશ એક્ટિંગ કરિયરથી દૂર છે.

મયુરેશએ સોશિયલ મીડિયા પર લખ્યું કે,`છેલ્લા કેટલાક સમયથી વસ્તુ હૃદયને સ્પર્શી રહી છે. મેં પાંચ વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. મને એપ્રિલ 1989નો તે દિવસ યાદ છે, જ્યારે મારા પેરેન્ટ્સને ખબર મળી કે મને ઉત્તર રામાયણ માટે લવની ભૂમિકા માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે.’

મયુરેશ અનુસાર,`આજથી 31 વર્ષ પહેલાની વાત છે જ્યારે તે ફક્ત 12 વર્ષનો હતો. ખરેખર આ અનુભવ મારા માટે યાદગાર હતો. જો કે ત્યાર બાદ તો મેં એક્ટિંગ છોડી દીધી અને 1999માં હું અમેરિકા આવી ગયો હતો.’

વધુ માં જણાવતા મયુરેશે કહ્યું,`આજે પણ લવના પાત્રને હું ભૂલી શક્યો નથી. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી હજારો મેસેજ આવે છે જેણે મને જુની યાદો તાજા કરી દીધી છે.’ હું રામાનંદ સાગર અને તેમના યુનિટનો આભારી છું કે તેમણે મને આ રોલ માટે પસંદ કર્યો હતો. જો કે હું કોઇ પ્રોફેશનલ એક્ટર નથી. પરંતુ લવના પાત્રથી મને અનુભવ મળ્યો છે, બિઝનેસ લીડર તરીકે મારી ગ્રોથને સકારાત્મક રુપ મળ્યું છે.

તમામ દર્શકોને મેસેજ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર…તે સાથે જ મારા મિત્રો અને મારા માતા-પિતાનો આભાર જેમણે મને મારા જીવનમાં વાસ્તવિક બનાવ્યો, તેમણે મારા પર ક્યારેય ચાઇલ્ડ સ્ટાર હોવાનો અહંકાર મને ન થવા દીધો.

ઉલ્લેખનીય છે કે, મયુરેશ પાસે એન્ટરટેન્મેન્ટ ઇન્ડરસ્ટ્રીમાંથી ગણી ઓફર આવી હતી. પરંતુ તેણે એક્ટિંગ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તે ફક્ત ઉત્તર રામાયણમાં જ જોવા મળ્યો હતો