મનોરંજન

તારક મહેતાના આ દિગ્ગજ એક્ટર થયા કોરોના પોઝિટિવ, થયા દાખલ

લોકપ્રિય અને કોમેડી ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણી કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈમાં શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોંચી રિપોર્ટ કરાવતા સુંદર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Image source

શૂટિંગ સમાપ્ત કરીને આવ્યા બાદ મયૂરે ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ સંક્રમિત જણાઇ આવ્યા હતા. જો કે, મયૂરની તબિયત સ્થિર છે અને તેમની યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. ઘણા સેલિબ્રિટીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક સેલિબ્રિટીના કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે.

Image source

લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ગડાના સાળા સુંદરનું પાત્ર ભજવી રહેલા મયુર વાકાણી કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ આવતા હાલ તેમને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Image source

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે શહેરમાં 141 નવા કેસ સામે આવ્યા હતા. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ રહ્યો છે. પહેલા શહેરમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી કેસની સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે.

Image source

તમને જણાવી દઇએ કે, ગઈકાલે રાજ્યમાં કુલ 710 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4418 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.03 ટકા છે.

Image source

અત્યાર સુધીમાં 17,24,805 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 4,25,371 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 10135 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.