દોસ્તો છેલ્લા બે મહિનાઓથી આપણા રાજ્યમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાને લીધે મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ સીટીમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકનું મોત થતાં ફેમિલીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકની નામ છે મયુર મકવાણા. મયુર આજે સવારે રવિવારે ક્રિકેટ રમવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગયેલા હતા.
ત્યાં અચાનક જ હાર્ટ એટેકે આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા અને તેને પરિવારને જાણ કર્યા બાદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટમાં એક દિવસમાં જ આવા બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવાનોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. પહેલા તો એ બધા યુવકોને હાર્ટ એટેક આવ્યો હતો પણ હવે તો આધેડ ઉમરના વ્યક્તિઓને પણ હાર્ટએટેક આવી રહ્યાં છે. બે દિવસ અગાઉ એક યુવાન કુદરતી હાજતે ગયો ત્યારે તેનું એટેકથી મૃત્યુ નિપજ્યું.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં થોડાક જ દિવસો પહેલા બચત ભવનમાં નોકરી કરતા સરકારી એમ્પ્લોય વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત થયુ હતું. ગવર્નમેન્ટ એમ્પ્લોયમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ટીમ વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના બની હતી.
બીજી બાજુ જોઈએ તો સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
આજકાલની જીવનશૈલી જોઈએ તો નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કેસોમાં અચાનક વધારો થાઓ રહ્યો છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે આખી દુનિયામાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.
પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. એક્સપર્ટના રિપોર્ટ મુજબ 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.
બચવા શું શું કરવું જોઈએ? આજકાલ તો લોકોને નાની ઉંમરથી જ ટેંશન અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના લીધે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.
20-30 વર્ષની ઉંમર દરમિયાન આપણે બધાએ બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. આપણી જે ઉમર હોય તે આજથી જ કસરત કરવાની આદત પાડી દો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.