અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલના પતિનું આ કારણે દુઃખદ અવસાન, સાંજના સમયે ટુ-વ્હીલર લઈને જઈ રહ્યા હતા અને અચાનક જ

ગઈકાલે સાંજે અમદાવાદ શહેરના પૂર્વ મેયર એવા બિજલબેન પટેલના પતિ રૂપેશભાઈ પટેલનું બ્રેઈન હેમરેજના કારણે દુઃખદ નિધન થયું છે, તેમના નિધન બાદ પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી, તેમના નિધન ઉપર રાજકીય નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

રૂપેશભાઈ પટેલને બ્રેઈન હેમરેજ થતા જ તેમને ગતરોજ સાંજે SVP હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેમના પર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પાલડી લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેમને એલિસબ્રિજ સ્મશાનગૃહ લઇ જવામાં આવશે. પૂર્વ મેયરના પતિના નિધન કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ભાજપમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે રૂપેશ પટેલ ગત રોજ સાંજના સમયે પોતાનું ટુ વહીલર લઈને જતા હતા ત્યારે જ તેઓ વાહન પરથી નીચે પડી ગયા હતા, જેના અબ્દ આસપાસના લોકોએ તેમને હોસ્પિટલમાં પણ લઇ જવાની વાત કરી હતી પરંતુ તેમને ઘરે જવાનું કહ્યું, આ દરમિયાન ફરીથી તેઓ પડી જતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું હતું.

Niraj Patel