જે ઉંમરે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય તે ઉંમરમાં આ યુવક જજ બની ગયો

ભારતનો સૌથી નાનો જજ છે આ યુવક, ઉંમર જાણીને ચોંકી જશો

ભારતના યુવાનોમાં સ્કિલની કોઈ કમી નથી. આજે વિશ્વના ખુણે ખુણે ભારતીય યુવાનો દેશનું નામ રોશન કરી રહ્યા છે. આ યાદીમાં એક નામ છે મયંક પ્રતાપ સિંહનું.  મયંક ભારતમાં સૌથી નાની વયે જજ બનનાર યુવક છે. તેમણે આ સફળતા વર્ષ 2018માં રાજસ્થાન ન્યાયિક પરીક્ષામાં ટોપ કરીને મેળવી હતી. તો આવો જાણીએ મયંક પ્રતાપ સિંહની કારકિર્દી વિશે.

1. મયંક પ્રતાપ સિંહનો જન્મ વર્ષ 1999માં રાજસ્થાનમાં થયો હતો. તે નાનપણથી જ ભણવામાં ઘણો હોશિયાર હતો.

2. તેમના પિતાનું નામ રાજકુમાર સિંહ અને માતાનું નામ ડો. મંજુ સિંહ છે. મયંકના માતા ઉદયપુરમાં એક સિનિયર શિક્ષકની નોકરી કરે છે.

3. મયંકને પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનમાં જ લીધુ હતું. આ ઉપરાંત મયંકે વર્ષ 2019માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી લો(law) ની પરીક્ષા પાસ કરી. 12મું ધોરણ પાસ કર્યા બાદ મયંકે વર્ષ 2014માં રાજસ્થાન વિશ્વવિદ્યાલયના પાંચ વર્ષીય વિધિ પાઠ્યક્રમની પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધો અને તે પરીક્ષા પાસ કરી.

4. જજ બનવાની આ શરૂઆત મયંકે રાજસ્થાન ન્યાયિક સેવા ભર્તી પરીક્ષા-2018થી કરી હતી. તેણે આ પરીક્ષામાં ટોપ રેન્ક પ્રાપ્ત કર્યો હતો.

5. રાજસ્થાન ન્યાયિક પરીક્ષા વિશે વાત કરીએ તો તેનું આયોજન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2018 પહેલા આ પરીક્ષામાં ભાગ લેવા માટે લઘુતમ ઉંમર 23 વર્ષ હતી પરંતુ તે જ વર્ષે તેની ઉમર ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી.

6. મયંક પ્રતાપ સિંહ માત્ર 21 વર્ષની ઉંમરે રાજસ્થાન ન્યાયિક સેવા ભર્તી પરીક્ષા-2018 પાસ કરી લીધી. આ સાથે તેઓ ન માત્ર રાજસ્થાન પરંતુ સમગ્ર દેશમાં નાની ઉંમરના જજ બની ગયા.

YC