વર્ષ 2020 ખુબ જ કઠિન વીત્યું, આ વર્ષે આખી દુનિયાએ મોટા ડરનો સામનો કર્યો અને હજુ પણ આવનારા સમયમાં ઘણી બધી મુસીબતો આવી શકે છે. ત્યારે આ બધા વચ્ચે જ માયા કેલેન્ડરની ભવિષ્યવાણી તરફ પણ એક નજર કરવા જેવી છે.

ઈસા મસીહાના જન્મ પહેલાથી લગભગ 1500 વર્ષ પહેલા મેક્સિકો અને અમેરિકામાં વિકસિત થયેલા માયા સભ્યતા કેલેન્ડરમાં 21 ડિસેમ્બર 2012 બાદ કોઈ તારીખ જ નહોતી, જેના બાદ એવો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે 2012માં દુનિયા ખતમ થઇ જશે. પરંતુ એવું કઈ થયું નહીં.

હવે 2021ની લઈને પણ આવી અફવાઓ ચાલી રહી છે કે 2021માં દુનિયાનો અંત આવશે. માયા સભ્યતા કેલેન્ડરના જણાવ્યા પ્રમાણે 2021માં ભારે પ્રલય આવશે. જો કે માયા કેલેન્ડરમાં 21 ડિસેમ્બર 2021 બાદની કોઈ તારીખ નથી, પરંતુ 2021માં પ્રલય આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.