લોકોને હસાવનાર ગુજરાતના જાણીતા કલાકાર માયાભાઈ આહીર દીકરી સોનલની વિદાઈમાં ચોધાર આંસુએ રડ્યા, જુઓ ભવ્ય લગ્નની તસ્વીરો
તમે પણ ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભ્ળ્યું હશે કે દીકરીનું સાચું ઘર તો તેનું સાસરું જ કહેવાય. દીકરીના લગ્નમાં સૌથી વધારે ખુશી અને દુઃખ એક પિતાને થાય છે. દીકરીના વિદાયના સમયે કઠળ કાળજાનો પિતા પણ રડવા લાગે છે. એવું જ કંઈક ગુજરાતના હાસ્ય કલાકાર અને લોકગાયક માયાભાઇ આહીરની દિકરીના લગ્નમાં થયુ હતું.

માયાભાઇ આહીરની દીકરી સોનલના લગ્ન આગળના વર્ષે અમરેલીના ભાજપ નેતા જીતુભાઇ ડેરના દીકરા મોનીલ ડેર સાથે થયા હતા. માયાભાઇના વતન બોરડા ગામે બંન્નેએ સાત ફેરા લીધા હતા. આજે અમે તમને સોનલના ભવ્ય લગ્નની તસ્વીરો દેખાડીશું.

સોનલના લગ્નનો સમારોહ સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.લગ્નને ભવ્ય બનાવવામાં માયાભાઈએ જરા પણ ખામી રાખી ન હતી. લગ્નમાં ઘણા નામી નેતાઓ અને કલાકારોએ હાજરી આપી હતી. લગ્ન સમારોહમાં મોરારી બાપુ પણ હાજર રહ્યા હતા અને નવદંપત્તીને આશીર્વાદ આપ્યા હતા.

બોરડા ગામે બેન્ડ બાજા સાથે અને હાથી પર સવાર થઈને વરરાજા મોનીલે પધરામણી કરી હતી. સંગીત અને ઢોલના તાલે દરેક લોકો જુમી ઉઠ્યાં હતા. લગ્નની દરેક વિધિમાં સોનલ ખુબ જ સુંદર લાગી રહી હતી.

લગ્ન પહેલાંની વિધીમાં સોનલે પીળા અને લાલ રંગની ચણીયા ચોળી પહેરી રાખી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. દાંડિયા રાસમાં સોનલે પીળા કલરની ચોલી પહેરી હતી, જેમાં તે એકદમ પરી જેવી લાગી રહી હતી. દરેકે મન ભરીને ગરબાની રમઝટમાં ભાગ લીધો હતો.

લગ્નની આગળની રાતે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં જાણીતા કલાકારો ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, લક્ષ્મણ બારોટ, સાઈરામ દવે જેવા કલાકારોએ લોક-ડાયરામાં ગીતોની રમઝટ બોલાવી હતી. માયાભાઇએ પણ પોતાની કલાકારીથી દરેકને ખડખડાટ હસાવ્યા હતા.

આ લોક ડાયરામાં સોનલે કોફી કલરના ચણીયા ચોલી પહેરી રાખ્યા હતા અને ગળામાં હીરા જડિત હાર તેની સુંદરતા વધારી રહ્યો હતો.

લગ્ન વિધિમાં સોનલે લાલ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો, દુલ્હનના લહેંગામાં સોનલ ખુબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે મોનીલ શેરવાનીમાં ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. લગ્ન પછી અમેરલીમાં યોજાયેલા રીશેપ્શનમા પણ સોનલ ઇન્ડિયન આઉટફિટમાં જોવા મળી હતી.

લગ્નની દરેક વિધિમાં જોશ અને આનંદ સાથે રહેલા માયાભાઈ દીકરીના વિદાય સમયે ઢીલા પડી ગયા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. જણાવી દઈએ કે સોનલે બીએસસીનો અભ્યાસ કરેલો છે જ્યારે મોનીલ ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને તેણે ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસરમાં સહ-નિર્દેશક તરીકે કામ કર્યું છે.