લક્ઝુરિયસ કારના શોખીન માયાભાઇ આહીરે પોતાના કલેક્શનમાં ઉમેરી વધુ એક લાખોની શાનદાર કાર
ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર માયાભાઇ આહીરને આજે કોઈ ઓળખની જરૂર નથી, માયાભાઈ આહીર પોતાના જીવનમાં જાત સંઘર્ષથી એક મોટું નામ બનાવી ચુક્યા છે અને આજે પણ ડાયરામાં તેમની માન ઠેર ઠેર જોવા મળે છે. ગુજરાતના કોઈપણ ખૂણે જયારે તેમના ડાયરાનો કાર્યક્રમ હોય ત્યારે જનમેદની ઉમટી પડતી હોય છે. માયાભાઈ પણ તેમના અવાજમાં રમઝટ જમાવતા હોય છે.
માયાભાઇનો ચાહક વર્ગ પણ ખુબ જ મોટો છે અને તેમના અને તેમના પરિવાર વિશે આવનારી તમામ માહિતી પણ ચાહકો જાણવા માંગતા હોય છે. ત્યારે માયાભાઇ આહીરનો દીકરો જયરાજ આહીર પણ ખુબ જ ચર્ચામાં રહે છે. જયરાજના સોશિયલ મીડિયામાં તેને 2 લાખ કરતા વધારે લોકો ફોલો કરે છે અને તેની તસવીરો અને વીડિયોને પણ ખુબ જ પસંદ કરે છે.
ત્યારે થોડા દિવસ પહેલા જ માયાભાઇના દીકરા જયરાજે એક શાનદાર કાર ખરીદી હતી. જેનો વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જયરાજ કાર સાથે ઉભા રહીને શાનદાર પોઝ આપતો જોવા મળે છે. સાથે જ શોરૂમમાંથી કવર હટાવી અને કાર લઈને જતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળ્યા અનુસાર જયરાજ આહીરે MG Gloster કાર ખરીદી છે. જો કે તેને આ કારનું કયું મોડલ ખરીદ્યુ છે તે હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ આ કાર દેખાવમાં ખુબ જ શાનદાર દેખાઈ રહી છે. MG કંપનીની આ કાર ખુબ જ બલ્કિ લુકમાં આવે છે અને તેની એક્સ શોરૂમ પ્રાઈઝ 32 લાખથી લઈને 40.78 લાખ સુધીની ઓનલાઇન વેબસાઈટ અનુસાર જણાવવામાં આવી રહી છે.
આ કારનો વીડિયો શેર કરવાની સાથે જયરાજે કેપશનમાં “જય મા મોગલ, જય મુરલીધર” લખ્યું છે. તેની આ પોસ્ટ પર લોકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે અને આ નવી કાર ખરીદવા માટે તેને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. જયરાજે ખરીદેલી આ કારનો રંગ બ્લેક છે, અને જયરાજ પણ આ કારની ડિલિવરી લેવા માટે બ્લેક શર્ટ પહેરીને પહોંચ્યો હતો.
જયરાજ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ નામના ધરાવે છે અને તેના સોશિયલ મીડિયામાં નજર કરતા તે કારનો શોખીન હોય તેમ દેખાઈ રહ્યું છે. જયરાજે સોશિયલ મીડિયામાં પોતાના કાર સાથેની ઘણી બધી તસવીરો શેર કરી છે ત્યારે હાલમાં તેને આ નવી કાર ખરીદીને પોતાના ગેરેજમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે.
View this post on Instagram