માયાભાઇ આહીર અને ગીતાબેન રબારીએ પણ કર્યો પઠાણ ફિલ્મનો વિરોધ, ચાલુ ડાયરામાં જ કહ્યું, “બૉલીવુડ વાળા લોકોની ધાર્મિક ભાવના…”, જુઓ
છેલ્લા થોડા દિવસોથી શાહરુખ ખાનની આવનારી ફિલ્મ “પઠાણ” જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે. આ ફિલ્મનું એક ગીત બેશરમ રંગ રિલીઝ થયા બાદ તો બળતામાં ઘી હોવામાં જેવું થયું. કારણ કે ગીતના એક સીનમાં આ ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને ડાન્સ કરતી જોવા મળી. જેના બાદ ઘણા લોકો મેદાનમાં આવી ગયા અને આ ફિલ્મને બેન કરવાની માંગ કરવા લાગ્યા.
દેશભરમાં ચાલી રહેલા આ વિરોધમાં ગુજરાતના કેટલાક મોટા કલાકારો પણ જોડાયા. જેમાં લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ આ ગીતનો વિરોધ કરીને ઘણી ખરી ખોટી સંભળાવી હતી. ત્યારે હવે આ મામલે અન્ય એક ખ્યાતનામ ડાયરા કલાકાર અને હાસ્યકાર માયાભાઇ આહીર પણ મેદાનમાં આવ્યા છે. તેમને પણ પોતાના ડાયરાની અંદર આ ફિલ્મનો વિરોધ જતાવ્યો હતો.
માયાભાઇ આહીરનો આ ડાયરો ઔદ્યોગિક નગરી વાપીમાં યોજાયો હતો. જેમાં તેમની સાથે કચ્છી કોયલ તરીકે જાણીતા ગાયિકા ગીતાબેન રબારી પણ હતા. આ ડાયરકો 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. જેમાં કલાકારોએ પઠાણ ફિલ્મને લઈને પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો.
માયાભાઇ આહીરે ફિલ્મનો વિરોધ કરતા આડકતરી રીતે જણાવ્યું હતું કે “ફિલ્મોવાળાએ એ જોવું જોઈએ કે ક્યુ લૂગડું ક્યાં સારું લાગે ? અને લોકોની ધાર્મિક ભાવનાઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ.” તો ગીતાબેન રબારી પણ જણાવ્યું હતું કે બૉલીવુડ વાળાએ લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ.” આ રીતે તેમને ચાલી રહેલા પઠાણ ફિલ્મના વિરોધમાં પોતાનો સુર પૂર્યો હતો.