દુઃખદ સમાચાર: જાણીતા ગીતકાર માયા ગોવિંદનું 82 વર્ષની ઉંમરે નિધન, 350 થી વધુ ફિલ્મો માટે લખ્યા હતા ગીતો

જાણીતા ગીતકાર માયા ગોવિંદનું લાંબી બીમારી પછી આજે સવારે 9:30 વાગ્યે નિધન થઈ ગયું છે. તેમની ઉમર 82 વર્ષ હતી અને તેઓ છેલ્લાં બે વર્ષથી બીમાર હતા. આ વર્ષની શરૂઆતમાં જ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના પુત્ર અજયે જણાવ્યું કે આજે બપોરે 3 વાગ્યે મુંબઈના વિલે પાર્લે વેસ્ટ સ્થિત પવન હંસ શ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. માયાએ 350થી વધુ ફિલ્મો માટે ગીતો લખ્યા હતા.

તેમને ફિલ્મ ‘સાવન કો’ના ‘કજરે કી બાતી’, ‘આંખો મેં બસ હો તુમ’, ‘તેરી મેરી પ્રેમ કહાની’ , ‘મૈં ખિલાડી તુ અનાડી’ અને ‘રાની ચેહરે વાલે’ જેવા ઘણા સદાબહાર ગીતો લખ્યા છે. આજે સવારે માયા ગોવિંદનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

80 વર્ષીય માયા ગોવિંદે આજે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. ગીતકાર માયા ગોવિંદના અવસાનથી માત્ર હિન્દી સિનેમા જ નહીં ટીવીમાં પણ શોકની લહેર છવાઈ ગઈ હતી. ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મગજમાં લોહી ગંઠાઈ જવાને કારણે તેમને આ વર્ષના પહેલા મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પછી ગીતકારે થોડા દિવસો સુધી સારવાર લીધી હતી અને પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ઉંમરના આ તબક્કે તે રોગમાંથી બહાર આવી શક્યા ન હતા. માયા ગોવિંદના અંતિમ સંસ્કાર આજે બપોરે પવન હંસ સ્મશાન ગૃહ, વિલે પાર્લે વેસ્ટ, મુંબઈ ખાતે કરવામાં આવ્યા હતા.

YC