ખબર

બ્રેકિંગ: મોદી સરકારે આપી સૌથી મોટી ખુશખબરી- આજે ઘરે ખુશીથી ઘરમાં શીરો બનાવાય એવા સમાચાર આવ્યા

આખા દેશમાં કોવિડનો રાફડો ફાટ્યો છે રોજના ૨ લાખ ઉપર કેસ નોંધાઈ રહ્યા છે એવામાં સરકારે નિર્ણય લીધો છે કે આવતી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ PM નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી.કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.

PM મોદીએ કહ્યું કે આપણી ગવર્મેન્ટ શક્ય એટલા ઓછામાં ઓછા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીય નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે સખત પ્રયત્ન કરી રહી છે.

સેન્ટ્રલ ગવર્મેન્ટનો આ નિર્ણય દવા કંપનીઓ અને ટૉપ ડૉક્ટર્સની સાથે પીએમ નરેન્દ્ર મોદીની સોમવારના થયેલી બેઠક બાદ આવ્યો છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોવિડ વાયરસની વેક્સિન લગાવવાને લઇને ગર્વરમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આને લઇને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોને વેક્સિન માટે કિંમત ચુકવવી પડશે કે કેમ તેના પર સરકાર જલદી જાણકારી આપશે. તાજેતરમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ માંગ કરી હતી કે કોરોના વેક્સિન માટે નક્કી કરવામાં આવેલી ઉંમર ઘટાડવામાં આવે.