વિની રમન સાથે લગ્નના સાત ફેરા ફરી અને સાત જન્મના બંધનમાં બંધાયો ગ્લેન મેક્સવેલ, નાચતા નાચતા પહેરાવી વરમાળા, વીડિયો વાયરલ

ભારતમાં લાખો લોકો કુંવારા ફરતા હશે….આપણી દેશી યુવતીએ આ વિદેશી ક્રિકેટર સાથે કર્યા લગ્ન- જુઓ PHOTOS

ઓસ્ટ્રેલિયાના અને IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વિની રમન સાથે તમિલ રીત-રિવાજોથી ફરીથી લગ્ન કર્યા છે. મેક્સવેલ અને વિનીએ ગયા અઠવાડિયે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંનેએ તમિલ વિધિ પ્રમાણે સાત ફેરા લીધા છે.

તાજેતરમાં વિની અને મેક્સવેલે તેમની હલ્દી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન વિન્નીએ ગ્રીન અને ઓરેન્જ સાડી પહેરી હતી જ્યારે કાંગારૂ ક્રિકેટરે પીળો કુર્તો પહેર્યો હતો. ત્યારે હાલ તેમના લગ્નનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્લેન મેક્સવેલ તેની પત્ની વિની રમનને વરમાળા ફેરવતા સમયે ડાન્સ કરી રહ્યો છે, વિની રમન તમિલ પરિવારથી સંબંધ ધરાવે છે, તેથી જ લગ્ન તમિલ પરંપરાઓ સાથે કરવામાં આવ્યા. થોડા દિવસો પહેલા તમિલ ભાષામાં તેમના લગ્નનું વિઝિટિંગ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.વિની રમનની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અનુસાર, તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. વિની રમણની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. વિનીએ વિક્ટોરિયાની ‘મેલબોર્ન ગર્લ્સ સેકન્ડરી કોલેજ’માંથી મેડિકલ સાયન્સની ડિગ્રી મેળવીો છે.

સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. ભારતની વિની રામન સાથે લગ્ન કર્યા પછી મેક્સવેલ બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યા છે જેમણે ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા છે. મને જણાવી દઈએ કે આ પહેલા 2014માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટે ભારતીય મૂળના માસૂમ સિંઘા સાથે લગ્ન કર્યા હતા. બંને IPL પાર્ટી દરમિયાન એકબીજાને મળ્યા હતા અને લગ્ન પહેલા એકબીજા સાથે કોન્ટેક્ટમાં હતા.

ગ્લેન મેક્સવેલ અને વિની રમણ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ઘણી તસવીરો શેર કરતા રહે છે. તેણે ગયા વર્ષે પણ ક્રિસમસ દરમિયાનની તસવીરો પોસ્ટ કરી હતી. આ વિદેશી ક્રિકેટરની પત્નીનો પરિવાર ચેન્નાઈમાં રહે છે, પરંતુ તેનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો, જ્યાં તેણે ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો.

વિની રમણના પિતા વેંકટ રમણ અને માતા વિજયાલક્ષ્મી રમણ તેમના જન્મ પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા. થોડા વર્ષો પછી વિની રમણને ઓસ્ટ્રેલિયન નાગરિકતા મળી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ એક સારા સમાચાર આપ્યા છે. ગ્લેન મેક્સવેલના લગ્ન 18 માર્ચ એટલે કે શુક્રવારે થયા હતા,

તેમણે વિની રમન સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તે બાદ બંનેએ સગાઈ કરી લીધી હતી. આ મહિને 27 માર્ચે બંને તમિલ રિવાજો અનુસાર લગ્ન પણ કરશે. ગ્લેન મેક્સવેલ અને વિની રમને તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં બંને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

બંનેએ તસવીરનું કેપ્શન મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ આપ્યું છે. મેક્સવેલ અને વિનીએ 18 માર્ચ 2022 એટલે કે હોળીના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી. વિનીએ 20 માર્ચ 2022ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે ગ્લેનને જોઈ રહી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ ફોટો શેર કરતી વખતે તેણે એક નોટ પણ લખી છે.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

તેણે લખ્યું, “મારી પ્રતિજ્ઞા ગ્લેન મેક્સવેલનો એક નાનો ભાગ, ભલે જીવન આપણને ક્યાં લઈ જાય. જ્યાં સુધી હું તમારી સાથે છું, હું જાણું છું કે, હું ઘરે છું. હું તમારો નંબર વન ચાહક બનવાનું અને તમને સમર્થન આપવાનું વચન આપું છું. જ્યારે તમે ગોલ્ફ કોર્સ પર તમારા દિવસ વિશે ઉત્સાહપૂર્વક વાત કરો છો ત્યારે મને હંમેશા રસ હોય છે. ત્યાં, ગ્લેન મેક્સવેલ પણ બ્લેક કોટ-પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. તેમના લગ્નના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

રિપોર્ટ્સ અનુસાર, વિની અને મેક્સવેલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. વિનીએ ખરાબ સમયમાં પણ મેક્સવેલનો સાથ ન છોડ્યો. માનસિક રીતે અસ્વસ્થ મેક્સવેલને વિનીએ તેના ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો હતો. તેથી જ મેક્સવેલના દિલમાં વિનીનું ખાસ સ્થાન છે. વિની મૂળ દક્ષિણ ભારતની છે અને તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. તેમની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, ગ્લેન મેક્સવેલ અને વિની પહેલીવાર મેલબોર્ન સ્ટાર્સ ઇવેન્ટ દરમિયાન મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

જો કે, તેમના સંબંધોના સમાચાર વર્ષ 2017માં ચર્ચામાં આવ્યા હતા. આ પછી, વર્ષ 2022માં, બંને કાયમ માટે એકબીજાના બની ગયા.બંનેએ ઘણી વખત લગ્ન કરવાનુ વિચાર્યુ પરંતુ કોવિડ-19ને કારણે તેઓએ પોતાનો કાર્યક્રમ ઘણી વખત સ્થગિત કરવો પડ્યો હતો. IPL 2022ની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ બેંગ્લોરે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસને કમાન સોંપી હતી.

આરસીબીના આ બેટ્સમેને તેના લગ્નના કારણે પોતાની ટીમ માટે પ્રથમ મેચ રમી ન હતી. બેંગ્લોરે ટુર્નામેન્ટની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની આગામી મેચ 30 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમશે, જેમાં મેક્સવેલના રમવાની શક્યતા ઓછી છે.

Niraj Patel