ખબર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આ તારીખે માવઠાની કરવામાં આવી આગાહી, આ તારીખે પડશે વરસાદ

હવામાન વિભાગે ચોમાસાને લઇને પૂર્વાનુમાન જાહેર કર્યુ છે અને તેમનું કહેવુ છે કે, ચોમાસુ 26 મેથી 1 જૂનની વચ્ચે કેરળ પહોંચશે અને આ સાથે ગુજરાતમાં 15થી20 જૂન વચ્ચે ચોમાસુ બેસશે. રાજયમાં તાઉ-તે વાવાઝોડા બાદ રાજયમાં ગરમીમાં વધારો થયો છે અને ત્યારે હવે આગામી 23 અને 24 મેએ પ્રિમોન્સૂન ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવામાનની આગાહી અનુસાર થંડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં તેમજ સુરત સહિત અનેક જિલ્લાઓમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે અને વાાવાઝોડા બાદ ઘણી જગ્યાએ વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી છે.

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડુ સર્જાઇ રહ્યુ છે અને તેને જ કારણે ચોમાસા પર નહિવત અસર પડશે.

હવામાન વિભાગ અનુસાર, 3 વર્ષમાં બે વાર ચોમાસામાં સામાન્ય વરસાદ કરતા વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધીમાં સમગ્ર અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહો પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શકયતાઓ સેવાઇ રહેલી છે.