ખબર

કિશન ભરવાડ કેસમાં આવી ગઈ મોટી અપડેટ, જાણો ફટાફટ

કિશન ભરવાડ કેસમાં આવી ગયા સૌથી મોટા સમાચાર

ગત વર્ષે જાન્યુઆરી 2022માં ધંધુકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક વિશેષ ધર્મ વિરૂદ્ધ કેટલીક ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ બાદ બાઇક સવાર બે યુવકો દ્વારા કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ હત્યાકાંડે મોટુ રૂપ લીધુ તો તેની તપાસ ગુજરાત એટીએસ સુધી પહોંચી ગઇ. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ પણ ગુજરાતના ચર્ચિત ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે સામેલ હતી.

25 જાન્યુઆરીના રોજ અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ કેસમાં ઘણા ખુલાસા થઇ ચૂક્યા છે. આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હાલમાં આ મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આરોપી મૌલવીની જામીન અરજી સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ મામલે હાઈકોર્ટે વિગતવાર આદેશ પસાર કર્યો છે.

રાજ્ય સરકારના વકીલે 2 સપ્તાહનો સમય માગ્યો હોવાને કારણે કાઉન્ટર માટે 1 સપ્તાહ અને પ્રત્યુત્તર માટે 1 સપ્તાહનો એમ કરીને 2 સપ્તાહનો સમય આપવામાં આવે છે. તે બાદ સુપ્રીમકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે મામલે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ કિશન ભરવાડ મામલાને લઇને ખેડામાં નિવેદન આપ્યુ હતુ કે કિશન ભરવાડ મામલાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે.

હર્ષ સંઘવીએ આગળ કહ્યુ કે, પોલિસ રાજ્યમાં બેથી ચાર મામલામાં સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર કોઇ પણ અપરાધિક ગતિવિધિઓને અંજામ આપનારને ચલાવી નહિ લે. તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.