મૌલવીએ દ્રશ્યમ ફિલ્મને ટક્કર આપે એવી પ્લાનિંગ કરી, ને એવી જગ્યાએ લાશ છુપાવી કે કહેશો ગજબ થઇ ગયું….

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં ઘણા ચોંકાવનારા તો ઘણા રૂંવાડા ઊભા કરી દેનારા હોય છે. ત્યારે હાલમાં એક મૌલવીની હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે મૌલવીના ગુરુએ જ તેની હત્યા કરી દીધી. આરોપીએ કથિત રીતે લાશને બીજા રાજ્યમાં જઇને ઠેકાણે લગાવી હતી અને તે પણ નિર્માણાધીન મકાનની નીચે. પોલિસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તેણે પૈસાની લાલચમાં આવી હત્યા કરી હતી.આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, મામલો હરિયાણાના પાનીપતનો છે. મૃતકનું નામ વસીન જણાવવામાં આવી રહ્યુ છે અને તેની ઉંમર 28 વર્ષ હોવાનું સામે આવ્યુ છે.

વસીન ફર્નીચર બનાવવાનું કામ કરતો હતો અને સાથે તે મૌલવી પણ હતો. તેણે 65 વર્ષિય દિલશાદને પોતાનો ગુરુ બનાવ્યો હતો, જે પોતે પણ મૌલવી છે. 31 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યે વસીન કામ પર નીકળ્યો અને પછી તે ઘરે પરત ફર્યો નહિ. સાંજ થઇ તો પરિવારવાળાઓ તેની શોધ શરૂ કરી, પણ તે મળ્યો નહિ અને તેનો ફોન પણ બંધ હતો. પરિવારે પોલિસમાં વસીનના ગુમ થયાનો રીપોર્ટ નોંધાવ્યો અને પછીના દિવસે સાંજે 6 વાગ્યા પછી વસીનના ભાઇ કલ્લનના ફોન પર મેસેજ આવ્યો.

જેમાં વસીનની લાશવાળો ફોટો હતો અને લખ્યુ હતુ કે હું જીંદથી બોલી રહ્યો છું, તારા ભાઇએ છોકરી સાથે ખોટુ કામ કર્યુ હતુ, એટલા માટે અમે તેને મારી નાખ્યો. વસીને છોકરી પાસેથી 7 લાખ 35 હજાર રૂપિયા પણ લીધા હતા. મરતા પહેલા વસીને તેના ભાઇનો નંબર આપ્યો હતો અને હવે રૂપિયા તેના ભાઇ પાસે વસૂલવામાં આવશે. મેસેજ જોઇ પરિવાર સીધો જ પોલિસ પાસે ગયો અને હત્યાનો મામલો દાખલ કરાવ્યો. મામલાની તપાસ કરી રહેલા પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, તપાસ દરમિયાન તેમને વસીનના ગુરુ પર શક ગયો. તે અવાર નવાર પરિવાર પાસે જતો હતો. બાળકો માટે ફળ પણ લઇ જતો હતો.

કડકાઇથી પૂછપરછ કરવા પર તેણે હત્યાની વાત કબૂલી લીધી. આરોપી દિલશાદે પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે, વસીનની એક પ્રેમિકા હતી, જેણે તેને 7 લાખ 35 હજાર રૂપિયા આપ્યા હતા. આરોપીએ કહ્યુ કે, તે મહિલાને હું ઓળખુ છું. મારા મનમાં વસીનને મળેલા પૈસા એંઠવાની લાલચ આવી. 31 ડિસેમ્બરે હું વસીન સાથે યુપીના કૈરાના ગયો. ત્યાં એક મહોલ્લામાં મકાનનું નિર્માણ કામ ચાલી રહ્યુ હતુ. મેં ડંડાથી મારીને તેની હત્યા કરી અને તેની લાશને એક ખાડામાં દાટી દીધી. પછી તેના ભાઇને તેના જ ફોનથી ફોટો મોકલ્યો.

Shah Jina