મનોરંજન

દીકરા આર્યન ખાનને મદરેસામાં ભણાવતા તો શાહરૂખ ખાનને ન જોવા પડતા આવા દિવસ- જાણો કોણે કર્યો આવો ધડાકો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનના ડગ કેસમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પહેલા પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી અને હવે દરગાહ આલા હઝરતના પ્રચારક મૌલાના શહાબુદ્દીન બરેલવીનું નિવેદન સામે આવ્યું છે. ડગ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ અંગે તંજીમ ઉલેમા-એ-ઇસ્લામના રાષ્ટ્રીય મહામંત્રી મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું હતું કે ‘જો અભિનેતાનો દીકરો મદરેસામાં ભણ્યો હોત તો આ દિવસ જોવો ન પડ્યો હોત.

તેમણે કહ્યું કે જો શાહરુખ ખાને તેના દીકરાને થોડા દિવસો માટે મદરેસામાં ભણાવ્યો હોત તો તેને ઇસ્લામના નિયમો વિશે જાણ હોત અને આ દિવસ જોવો ન પડત. આ ધર્મમાં કોઈપણ પ્રકારનો નશો પ્રતિબંધિત છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું, ફિલ્મ જગતના લોકો ઇસ્લામના આદેશોથી વાકેફ નથી. ઇસ્લામમાં નશો લેવાની મનાઈ છે અને આ વસ્તુ મદરેસામાં પણ શીખવવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. મૌલાનાએ કહ્યું, ધર્મમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો બાળક ખોટી પ્રવૃત્તિઓમાં પડે તો માતા-પિતાએ તેને પ્રેમથી સમજાવીને સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

જો શાહરૂખ ખાને મદરેસામાં કંઈક અભ્યાસ કર્યો હોત તો તેને તેનો અહેસાસ થયો હોત. તેમણે આગળ કહ્યુ કે, ભલે કેટલાક જ દિવસ ઘાર્મિક શિક્ષા ગ્રહણ કરવી જોઇએ. શાહરૂખ ખાનને મદરેસા ન મળ્યા તો ઘર પાસે કોઇ મસ્જિદના ઇમામથી ધાર્મિક શિક્ષા લઇ લેતા. તેમને તેમના દીકરાને પણ ઇસ્લામના નિયમોથી રૂબરૂ કરાવવો જોઇએ હતો.

ઉલ્લેખનીય છે કે, આર્યન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે. આર્યન જેલમાં કેદી નંબર N956થી ઓળખાય છે. હવે આર્યન ખાન અને અન્ય આરોપીઓને સામાન્ય કેદીઓ વચ્ચે ખસેડવામાં આવ્યા છે. દરેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ જેલ પ્રશાસને આ નિર્ણય લીધો હતો. એટલે કે, હવે આર્યનને બહારનું કે ઘરનું ભોજન ખાવા દેવામાં આવશે નહીં. જો કે, તેઓ ઘરેથી મોકલવામાં આવેલા કપડાંનો ઉપયોગ કરી શકશે.