માલધારી યુવક કિશન ભરવાડ હત્યાકાંડમાં વધુ એક મોટો ખુલાસો, મૌલાના ઉસ્માનીના ટાર્ગેટમાં કિશન ભરવાડ જ નહીં પરંતુ આટલા બધા લોકો હતા

ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ થયેલા કિશન ભરવાડ હત્યાકાંડ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ગઈકાલે પણ એક મોટો ખુલાસો સામે આવ્યો હતો જેમાં કિશન હત્યાકાંડની અંદર પોલીસના હાથે લાગેલા મૌલાના કમરગની ઉસ્માનીના સંગઠન સાથે  જોડાયેલી બેંક ડિટેઇલ સામે આવી હતી જેમાં 11 લાખ રૂપિયાના વ્યવહારો મળ્યા હતા.

ત્યારે હાલ આ મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કિશન હત્યાકાંડના માસ્ટર માઈન્ડ દિલ્હીના મૌલાના કમરગનીના વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે, આ દરમિયાન પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે મૌલાનાના ટાર્ગેટ ઉપર માત્ર કિશન ભરવાડ જ નહિ પરંતુ અન્ય 1500 લોકો પણ હતા, યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે.

ગત સોમવારના રોજ પોલીસ દ્વારા આ બાબતે કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મ તેમજ નબી વિરુદ્ધ  ટિપ્પણી કરનારા 1500 યાદી ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તહેરીકે-ફરોદે- ઇસ્લામ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટીના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્કે બનાવી છે, જેના કારણે આ યાદી જે લેપટોપમાં રહેલી છે તે લેપટોપ અને યાદીમાં રહેલા લોકોની વિગત જાણવી જરૂરી છે.

આ ઉપરાંત ઉસ્માનીના મોબાઇલના CDRનો અભ્યાસ કરતા તે ગુજરાતના 48 શખ્સોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ વ્યક્તિઓ કોણ છે અને ઉસ્માનીએ તેમનો સંપર્ક શા કારણે કર્યો હતો ? તેની તપાસ કરવા માટે આરોપીના વધુ 14 દિવસના રિમાન્ડ માંગવા માટે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેના બાદ કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

તો ગત રોજ પોલીસે કિશન હત્યાકાંડમાં ઝડપી પાડેલા મૌલાના કમરગની ઉસ્માનીના સંગઠનની બેંક ડીટેઇલ સામે આવી હતી. આ સંગઠનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11 લાખના વ્યવહારો મળ્યા હતા. ત્યારે હવે પોલીસ એ મામલામાં તપાસ કરી રહી છે કે આ 11 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યા.

કમરગની ઉસ્માની તહેરિક-એ-ફરોકી ઇસ્લામિક સંગઠનનો અધ્યક્ષ છે. હજુ પણ મૌલાનાના પર્સનલ એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે, જેના બાદ પણ ઘણી વધુ માહિતી સામે આવી શકે છે. હાલ મૌલાના કમરગની રિમાન્ડ છે અને તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. જેના બાદ ગુજરાત ATS વધુ રિમાન્ડ માટે પણ માંગણી કરી શકે છે.

કિશન ભરવાડ હત્યાકાંડના મુખ્ય આરોપી શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ શનિવારના રોજ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ મામલામાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે આ ગુન્હામાં વપરાયેલા સીમકાર્ડ અને ફોન કોલની વિગતો મેળવવાની બાકી છે. આ ઉપરાંત ગુન્હો આચાર્ય બાદ શબ્બીર અને ઇમ્તિયાઝે જે કપડાં પહેર્યા હતા તેની પણ શોધખોળ બાકી હોવાના કારણે તેમને વધુ રિમાન્ડ પર મોકલવા જોઈએ.

 

Niraj Patel