કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, મૌલાનાએ જ શબ્બીરને એવું એવું કહ્યું કે તરત જ શબ્બીર માની ગયો

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યાને આજે એક અઠવાડિયા કરતા પણ વધારે સમય વીતી ગયો છે, અને પોલીસની તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે. આ કેસની અંદર એક પછી એક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, અને આ હત્યા પાછળના તાર છેક દિલ્હી અને મુંબઈ સુધી પણ જોડાયેલા જોવા મળ્યા છે.

કિશન ભરવાડની હત્યા કરવા માટે દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતમાં રહેલા મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવીને આખો જ પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બાહર આવ્યું છે. તો આ મામલામાં કેસની તપાસ કરી રહેલ ATSના જણાવ્યા પ્રમાણે ઉસ્માની છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાત પણ લીધી હતી.

તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઉસ્માનીએ પહેલા શબ્બીરને ના ઓળખતો હોવાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં જયારે શબ્બીર સામે આવ્યો ત્યારે શબ્બીરે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. જેના બાદ બંને એકબીજાને મળ્યા હતા.

ઉસ્માનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે તે કઈ ખોટું નથી કરી રહ્યો, અને તેના બાદ જ અમદાવાદના મૌલાના ઐયુબ જાવરાવાલા, શબ્બીર અને ઉસ્માની વચ્ચે મુલાકાત થઇ હતી. જેના બાદ કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

આ મામલામાં તપાસ કરી રહેલી ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ અમદાવાદ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. જ્યાં મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક ઉપરાંત એરગન મળી આવ્યા હતા. આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરની પણ તપાસ કરી હતી. જ્યાંથી મૌલાના ઐયુબે લખેલું પુસ્તક પણ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન પણ કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Niraj Patel