માત્ર મહિલાઓ માટે જ બની છે આ જેલ, તસ્વીરો જોતા જ ગદગદ થઇ જશો, જુઓ કેવો છે આ જેલની મહિલાઓનો હાલ…

0

એવું માનવામાં આવે છે કે ઇઝરાયલની જનસંખ્યા ન્યુયોર્કની અડધી જનસંખ્યા બરાબર છે. ઈઝરાયલનું કુલ ક્ષેત્રફળને જો ત્રણ ગણું પણ વધારી દેવામાં આવે તો પણ તે રાજસ્થાનથી પણ નાનું જ લાગશે. આટલો નાનો દેશ હોવા છતાં પણ દુનિયાભરમાં આ દેશની ચર્ચાઓ ખુબ મોટા પાયે રહી છે.

ઇઝરાયલ વિશે વાત કરવાનું એક ખાસ કારણ છે. આ વાત એ છે કે ઇઝરાયલની મહિલા જેલની અમુક તસ્વીરો સામે આવી છે. આ જેલનું નામ નેવે ત્રીજા જેલ છે. આ જેલ માત્ર મહિલા કેદીઓ માટે જ બનાવવામાં આવી છે. એક બાજુથી ઈઝરાયલમાં મહિલાઓને એટલું માન આપવામાં આવે છે કે તેઓને અનિવાર્ય રૂપથી આર્મીમાં જગ્યા પણ મળી જાય છે. જ્યારે બીજી તરફ મહિલાઓની આ જેલની અંદરનું જીવન ખુબ દયનીય છે.

Image Source

જો કે કોઈ પણ જેલમાં જિંદગી વિતાવવી કોઈ સામાન્ય વાત નથી. ગંભીર અપરાધના કારણે આ મહિલાઓને આ જેલમાં રાખવામાં આવે છે. આવો તો જોઈએ આ જેલની તસ્વીરો…

ફોટોગ્રાફર તોમર ઇફરાહે પોતાના ફોટોગ્રાફીના અસાઇનમેન્ટમાં વર્ષ 2011માં આ જેલની તસ્વીરો લીધી હતી. નેવે ત્રીજા નામની આ જેલ ઇઝરાયલના રામલેમાં ઉપસ્થિત છે. ત્રણ મહિના સુધી ફોટોગ્રાફરે દર અઠવાડિયે એક દિવસ આ મહિલા જેલમાં વીતાવ્યા અને આ મહિલા કેદીઓના જીવનને કેમેરામાં કેદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ જેલ ખુબજ નાની છે.

Image Source

આ જેલમાં 200થી વધુ મહિલાઓ કેદી બનીને રહે છે. મોટાભાગે મહિલાઓની ઉમર 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની છે. જેલના એક નાના એવા સેલમાં 5 થી 6 મહિલાઓને એક સાથે રહેવું પડે છે. સાંજના 7 વાગ્યા બાદ આ જેલના સેલને લોક કરી દેવામાં આવે છે. એવામાં આ મહિલાઓ બહાર પણ નથી જઈ શકતી.

Image Source

અહી ઉપસ્થિત મોટાભાગની મહિલાઓ ઇઝરાયલની નથી, પરંતુ મોટેભાગે આ કેદી મહિલાઓ રશિયા, ઇથોપિયા, અને દક્ષિણ અમેરિકન દેશોની છે. આ મહિલા કેદીઓમાંથી મોટેભાગની મહિલાઓ મોટા અપરાધ માટે બીજી કે ત્રીજી વાર સજા ભોગવી રહી છે. આ મહિલાઓ ખુબ કમજોર અલ્પસંખ્યક સમુદાયોની છે.

Image Source

જેલમાં બંધ મહિલાઓ એકબીજા સાથે પણ ખુબ ઓછી વાતો કરે છે. જો કે પરિવાર સાથે વાત કરવા માટે ટેલીફોનની પણ વ્યવસ્થા છે. નિર્ધારિત સમયના અનુસાર તેઓ વાત કરી શકે છે. જેલમાં કેટલીક મહિલાઓની સાથે તેમના બાળકો પણ રહે છે.

Image Source

ફોટોગ્રાફર તોમરે પોતાના અનુભવ સાથે જણાવ્યું કે સામાન્ય લોકો માટે અહી રહેવું બિલકુલ પણ સંભવ નથી. આ જેલ ખુબ જ નાની છે, અહી રહેનારને દરેક સમયે માત્ર નેગેટીવ ફીલિંગ જ આવે છે.

Image Source

એક પૂર્વ મહિલા કેદીએ જણાવ્યા અનુસાર, યહૂદી અને મુસ્લિમ સંપ્રદાયોમાં તણાવભર્યા સંબંધોને કારણે જેલમાં પ્રાર્થના કરવાની આઝાદી પણ નથી. અહીં સજા તરીકે કેદીઓની પીટાઈ અને તેમના પર ગેસ સ્પ્રે પણ કરવામાં આવે છે.

Image Source

ફોટોગ્રાફર તોમર અનુસાર, જેલના પ્રબંધક આ મહિલાઓ માટે કઈક ખાસ કરવાની કોશિશો કરી રહ્યા છે. સમયે-સમયે જેલમાં ફંક્શન પણ રાખવામાં આવે છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મેકઅપ આર્ટીસ્ટ આ કેદીઓને તૈયાર કરી રહી છે. આ મહિલાઓ માટે આ જેલમાં રહેવું ખુબ કઠીન છે.

Image Source

ફોટોગ્રાફર અનુસાર પણ આ ખૂબ મુશ્કેલીઓ ભરેલી જગ્યા છે. આ ખૂબ નાની જગ્યા છે અને અહીનો માહોલ રહેવા માટે બીલકુલ પણ યોગ્ય નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here