આ માટલી બનાવનારે એવી તો કઈ માટીમાંથી માટલી બનાવી કે ફૂટી જ નહીં, ગ્વાલાઓને શ્રીફળ મારી મારીને પરસેવો છૂટી ગયો

આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણે પણ હસવા લાગીએ તો ઘણા વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને હસવું પણ આવશે અને હેરાની પણ થશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે જન્માષ્ટમીના પાવન પ્રસંગે ગ્વાલાઓ મટકી ફોડ કાર્યક્રમ યોજે છે. જન્માષ્ટમી ઉપર તો ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો થતા હોય છે. આ કાર્યક્રમમાં પણ બીજા કાર્યક્રમોની જેમ ગ્વાલાઓ ગૃપ બનાવીને મટકી ફોડવા માટે એક બીજા ઉપર ચઢે છે. પરંતુ હેરાની એ વાતની થાય છે કે મટકી ફૂટતી જ નથી.

પહેલા એક વ્યક્તિ એક બીજાના ખભે ચઢી મટકીની નજીક પહોંચે છે અને હાથમાં શ્રીફળ લઈને મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે. તે વ્યક્તિ મટકી ઉપર શ્રીફળના ઘણા ઘા કરે છે પરંતુ મટકીમાં સહેજ કાણું પણ નથી પડતું. આ જોઈને બીજો એક યુવક તેના હાથમાંથી શ્રીફળ લઇ લે છે અને તેની બધી જ તાકાત લાગાવીને મટકી ફોડવા જાય છે પરંતુ તેનાથી પણ મટકી નથી ફૂટતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.  ઘણા લોકો આ મટકી સિમેન્ટની હોવાનું પણ જણાવી રહ્યા છે. તો ઘણા લોકો મટકી બનાવનારને પણ શોધી રહ્યા છે.

Niraj Patel