ખબર

પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની ગેસ્ટ હાઉસમાં લઇ જઈ ગોળીમારી કરી નાખી હત્યા, પોતે જ થઇ ગયો પોલીસ પાસે હાજર

પ્રેમ અને પ્રેમના કારણે થતી હત્યાઓના ઘણા કિસ્સાઓ સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે ત્યારે એવો જ એક કિસ્સો મથુરામાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની ગોળીમારી અને હત્યા કરી નાખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મથુરાના સદર બજારની અંદર બુધવારના રોજ એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના કાને જ તમંચો રાખીને ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ બંનેએ આત્મહત્યાના ઈરાદાથી જ ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 9 બુક કરાવ્યો હતો. બે વાર આત્મહત્યા કરવામાં અસફળ રહેલા પ્રેમીએ પોલીસને ફોન કરી અને સૂચના આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તમંચો જપ્ત કરી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર તે બંને આત્મહત્યાના ઈરાદાથી જ ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા. યુવતીના લગ્ન પણ 10 ડિસેમ્બરના રોજ હતા. યુવતીના તેના પ્રેમી સાથે લગ્ન માટે બનેંના પરિવારો રાજી નહોતા. ત્યારબાદ તેમને ગેસ્ટ હાઉસના રૂમમાં આવી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, પહેલા પ્રેમીએ તેની પ્રેમિકાના કાન પાસે તમંચો રાખી અને ગોળી ચલાવી જેમાં પ્રેમિકાનું મૃત્યુ થયું. ત્યારબાદ પોતે પણ બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહેતા તેને પોલીસને જાણ કરી હતી.

Image Source

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીની લાશ બાથરૂમમાં પડેલી મળી હતી. હત્યા કરનાર પ્રેમીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તે બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. આ ઘટના વિરુદ્ધ ફરિયાદ નોંધી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમી સાથેની પુછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તમંચામાંથી બે વાર ટ્રીગર દબાવ્યું, પરંતુ ગોળી ના ચાલી ત્યારે તેની હિંમત જવાબ આપી ગઈ હતી. ત્યારબાદ તેને પોતાને પોલીસને સોંપી દેવા માટે ફોન કર્યો. જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોહીમાં લથબથ પ્રેમિકાની લાશ પાસે બેસીને તે રડી રહ્યો હતો.

Image Source

યુવતી બીએ. પાસ હતી તો યુવકે પણ બી.એડ પાસ કર્યું હતું. બંને વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતો. બંને ભણેલા હોવા છતાં પણ તેમના પરિવારજનો લગ્ન માટે રાજી નહોતા, યુવતીના પરિવારજનોએ તો તેના લગ્ન પણ નક્કી કરી ધીધા હતા. યુવતીની હત્યા કરીને યુવક આત્મહત્યા કરવામાં ગભરાઈ ગયો હતો.