વરમાળા બાદ દુલ્હનના રૂમમાં ઘૂસી પાગલ પ્રેમીએ ગોળી મારી કરી હત્યા, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત કારણભૂત હોય છે તો ઘણા કિસ્સામાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કારણભૂત હોય છે. હાલમાં હત્યાનો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારની ખુશી ત્યારે માતમમાં બદલાઇ જયારે દુલ્હનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ગોળી વાગવાને કારણે દુલ્હનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. ગોળીનો અવાજ સાંભળી લોકો પણ રૂમામાં પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં હત્યારો નાસી ગયો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

આશંકા છે કે અન્ય કોઈએ નહીં પરંતુ દુલ્હનના પ્રેમીએ પ્રેમ પ્રકરણમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. દુલ્હનની હત્યાના સમાચાર મળતા પરિવારમાં મૌન છવાઈ ગયું હતું. ગામમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કલ્લુપુરા જીબી નગરથી ખુબી રામની પુત્રીની જાન આવી હતી અને લગ્નના તમામ કાર્યક્રમો હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ રહ્યા હતા. રાત્રિભોજન કર્યા બાદ વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને દુલ્હન તેના રૂમમાં પ્રવેશી કે તરત જ ઘરમાં ગોળીનો અવાજ આવ્યો.

ગોળીનો અવાજ સાંભળીને પિતા અને પરિવારજનો દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આbr. પરંતુ લાલ જોડામાં દુલ્હનનું પિતાના ખોળામાં જ મોત થયુ હતુ. આ ઘટના નૌઝીલ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ ગામ મુબારકપુરના રહેવાસી ખુબરામની પુત્રી કાજલના લગ્ન નોઈડાના યુવક સાથે નક્કી થયા હતા. લગ્નની વિધિઓ ચાલી રહી હતી. દુલ્હન બનેલી કાજલ ફેરા પહેલા રૂમમાં બેઠી હતી. ત્યારે એક યુવકે રૂમમાં ઘુસીને તેને ગોળી મારી દીધી હતી. કાજલને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુલ્હનના મોતથી લગ્ન પ્રસંગમાં ખળભળાટ મચી ગયો હતો.

આ દરમિયાન આરોપી નાસી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસપીએ કહ્યું કે આ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ છે. એકતરફી પ્રેમ પ્રકરણ જેવું લાગી રહ્યુ છે. જણાવવામાં આવ્યું છે કે દુલ્હનની હત્યા પહેલા આરોપી યુવકે તેના સાથીઓ સાથે વરરાજાને ઘણી ધમકીઓ આપી હતી.

આરોપી

જે બાદ આરોપીઓએ વરમાળા સમયે પથ્થરમારો પણ કર્યો હતો. આરોપી યુવક ગામનો જ રહેવાસી હોવાનું કહેવાય છે. એસપીએ કહ્યું કે પોલીસ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે.યુપીના મથુરા જિલ્લાના નૌઝિલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર ગામમાંથી આ હેરાન  કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે ગામનો રહેવાસી અનીશ કાજલને સતત હેરાન કરતો હતો. તે કાજલને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ કાજલ તેને પસંદ કરતી ન હતી.

Shah Jina