આયુષી હત્યા કેસ : પોલિસે સુલજાવી લીધી ગુથ્થી, આ કારણે એક પિતાએ કરી હતી દીકરીની હત્યા, કારણ જાણી લાગશે ધ્રાસકો

માં-બાપને દગો દેનારી દીકરીઓ ચેતી જજો….આ કારણે એક પિતાએ કરી હતી દીકરીની હત્યા, કારણ જાણી લાગશે ધ્રાસકો

મથુરામાં યમુના એક્સપ્રેસ-વેના સર્વિસ રોડ પર કૃષિ અનુસંધાન કેન્દ્ર પાસે ટ્રોલી બેગમાં મળેલી યુવતિની લાશ મામલે પોલિસે તેના માતા પિતાની દિલ્લીથી ધરપકડ કરી લીધી છે.આ મામલાનો પોલિસે પર્દાફાશ પણ કર્યો છે. મથુરામાં ટ્રોલી બેગમાંથી મળી આવેલી યુવતિની લાશ ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીના બદરપુર વિસ્તારમાં રહેતા પિતાએ જ તેની પુત્રી આયુષીની ગોળી મારીને હત્યા કરી અને પછી તેની લાશને મથુરાના રૈયા વિસ્તારમાં લાલ રંગની ટ્રોલી બેગમાં ફેંકી દીધી હતી. 22 વર્ષની આયુષી જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.

17 નવેમ્બરના રોજ તે ઘરે પહોંચતા જ પિતા નિતેશે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો અને તેને ગોળી મારી દીધી. આ પછી પિતાએ પુત્રીની લાશને રાત્રે લાલ ટ્રોલીમાં પેક કરીને યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર ફેંકી દીધી. 18 નવેમ્બરે બપોરે મથુરા પોલીસને લાવારસ લાશ અંગે માહિતી મળી હતી. યુવતીના માથા, હાથ અને પગ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને છાતીમાં ગોળી વાગી હતી. પોલીસે 48 કલાકમાં જ આ બાબતનો ખુલાસો કર્યો હતો. યુવતીની ઓળખ માટે લગભગ 20 હજાર મોબાઈલ કોલ ટ્રેસ કરવામાં આવ્યા હતા.

આ મોબાઈલ ફોનની લોકેશન સર્વેલન્સ ટીમે સમગ્ર વિસ્તારના 210 સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધીને તપાસ્યા, ત્યારે જ પોલીસ લાવારસ લાશની ઓળખ કરી શકી. આટલું જ નહીં, તપાસમાં લાગેલી યુપી પોલીસને દિલ્હી-એનસીઆર, હાથરસ અને અલીગઢ સહિત આસપાસના વિસ્તારોમાં મૃતકોના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. આ સિવાય મૃતકોની ઓળખમાં સામેલ પોલીસની ટીમો ગુરુગ્રામ, આગ્રા, અલીગઢ, હાથરસ, નોઈડા અને દિલ્હી પહોંચી હતી. પોલીસ અનુસાર, આયુષીને તેના પિતાએ ગોળી મારી હતી.

આ ઘટનામાં માતાએ પણ સાથ આપ્યો હતો. આ હત્યા દિલ્હીના બદરપુર સ્થિત ઘરે કરવામાં આવી હતી. બાદમાં મૃતદેહને લાલ સૂટકેસમાં પેક કરીને 150 કિમી દૂર મથુરા જિલ્લાના રાયા વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આયુષીએ લવ મેરેજ કરી લીધા હતા. આ વાતથી પરિવાર નારાજ હતો. આયુષી શરૂઆતથી જ જીદ્દી હતી અને તેના માતા-પિતા સાથે ઝઘડો કરતી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ આયુષીના પતિની પણ પૂછપરછ કરશે, જે હાલમાં ભરતપુર (રાજસ્થાન)માં રહે છે.

ત્યારે આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે. 22 વર્ષની આયુષીએ લગભગ એક વર્ષ પહેલા આર્ય સમાજના મંદિરમાં ભરતપુર (રાજસ્થાન)ના રહેવાસી છત્રપાલ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. માતા-પિતા આ લગ્નની તરફેણમાં ન હતા. આયુષીની હત્યા બાદ પિતાએ ઘરની નજીકની દુકાનમાંથી પોલીથીન ખરીદી હતી અને બપોરે એક સુટકેસમાં લાશ પેક કરી. જે બાદ સૂટકેસ રાતે કારમાં મૂકી અને 150 કિમી દૂર મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી.

આ દરમિયાન પિતા કાર ચલાવી રહ્યા હતા અને માતા આગળની સીટ પર બેઠી હતી. રવિવારે મથુરામાં પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચેલા આયુષીની માતા બ્રજવાલા અને ભાઈ આયુષે મૃતદેહની ઓળખ કરી હતી. ઓળખ બાદ પરિવાર કોઈની સાથે વાત કર્યા વગર સીધો પોલીસ સાથે કારમાં બેસી ગયો હતો. મીડિયાએ પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા અને ભાઈ કંઈ બોલ્યા નહીં.

Shah Jina