જાણવા જેવું ધાર્મિક-દુનિયા

જો સ્ત્રીઓ આવી રીતે સિંદૂર લગાવે તો નહીં થાય પતિનું અચાનક મૃત્યુ, જાણો સિંદૂર વિશે રોમાંચક જાણકારી

હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓને માથા પર સિંદૂર કે સેથો કરવો વિવાહીત અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.વિવાહિતના 16 શૃંગાર માનું એક સિંદૂર તેના અખંડ વિવાહિત હોવાની નિશાની હોય છે.કહેવામાં આવે છે કે સેથો કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે અને સ્ત્રીના સૌભાગ્યમાં પણ વધારો થાય છે.

Image Source

સિંદૂરની સાથે સાથે મંગળસૂત્ર પહેરવું પણ મહિલાઓ માટે સુહાગની નિશાની માનવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે માથાપા સિંદૂર લગાવાની પ્રથા ક્યાંથી આવી અને તેનું ધાર્મિક કે વૈજ્ઞાનિક કારણ શું છે?અનેશું તમે જાણો છો કે ખોટી રીતે સેથો કરવો પણ પતિ માટે દુર્ભાગ્ય લાવે છે?આવો તો તમને જણાવીએ સિંદૂર સાથે જોડાયેલી અમુક બાબતો.

Image Source

શા માટે બનાવામાં આવી સિંદૂર લગાવાની પરંપરા:
હિન્દુ રિવાજોમાં મોટાભાગે કોઈને કોને વૈજ્ઞાનિક કારણ ચોક્કસ રહેલું હોય છે. એવું જ એક કારણ માથા પર સેથો પુરવાનું પણ છે. માથાની વચ્ચે જે સ્થાન પર કંકુનો સેથો કરવામાં આવે છે ત્યાં એકે વિશેષ ગ્રંથિ હોય છે જેને આપણા શાસ્ત્રોમાં બ્રહ્મારંધ્ર કહેવામાં આવ્યું છે. સ્ત્રીઓના માથા પર આ સ્થાન ખુબજ સંવેદનશીલ હોય છે આ જગ્યા પર સેથો કરવાથી તણાવ ઓછો થાય છે અને મગજ સાથે જોડાયેલી બીમારીઓ હોવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે, કેમ કે સિંદૂરમાં પારા નામની ધાતુ પણ રહેલી હોય છે.

Image Source

સામુદ્રિક શાસ્ત્રમાં અભાગિની સ્ત્રીના દોષ નિવારણ માટે માથામાં સિંદૂર લગાવાની સલાહ આપવામાં આવી છે.તેનાથી વિવાહિત સ્ત્રીના સૌંદર્યમાં પણ વૃદ્ધિ થાય છે.પૌરાણિક કથાઓમાં સિંદૂર લાલ રંગના માધ્યમથી માતા સીતા અને પાર્વતીની ઉર્જાનું વ્યક્ત માનવામાં આવ્યું છે.સિંદૂર લગાવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ આપે છે.

Image Source

પ્રચલિત માન્યતાઓ અનુસાર જો સ્ત્રી માથાની એકદમ વચ્ચેના ભાગમાં સિંદૂર લગાવે છે તો તેના પતિની પણ અકાળ મૃત્યુ નથી થાતી અને તેનું લાંબુ આયુષ્ય રહે છે.માનવામાં આવે છે કે આ જ સિંદૂર પતિને સંકટના સમયે બચાવે છે.એક માન્યતાના અનુસાર જો સ્ત્રી માથા પર લગાવેલા સિંદૂરને વાળની વચ્ચે છુપાવી લે છે, તો તેના પતિનું માન-સમ્માન પણ મસાજની વચ્ચે છુપાઈ જાય છે.માટે કહેવામાં આવે છે કે સેથો હંમેશા લાંબો અને એવી રીતે લગાવવો જોઈએ કે તે દરેકને દેખાઈ શકે.

Image Source

માતા લક્ષ્મીનું પ્રતીક પણ સિંદૂરને માનવામાં આવે છે અને માતાને સિંદૂર ખુબ જ પ્રિય છે. માતા લક્ષ્મીની પૂજામાં સિંદૂર નો જ પ્રયોગ કરવામાં આવે છે.પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી પૃથ્વી પર પાંચ સ્થાનો પર રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યા સિંદૂર લગાવામાં આવે છે.જેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે, માટે મહિલાઓને દેવી માનવામાં આવે છે અને તેનું અપમાન કરવાથી ઘરમાં વૃદ્ધિ પણ અટકી જાય છે.

Image Source

એક અન્ય માન્યતા અનુસાર જો સ્ત્રી વચ્ચેના ભાગમાં સેથો કરવાને બદલે કિનારાની તરફ સેથો લગાવે છે, તેનો પતિ પોતાની પત્નીથી ધીમે ધીમે દૂર રહેવા લાગે છે અને પરિણામે પતિ-પત્ની વચ્ચે મનમુટાવ અને અણગમો થઇ જાય છે.આ સિવાય હિન્દૂ ધર્મમાં નવરાત્રી અને દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારોના દરમિયાન પતિના દ્વારા પોતાની પત્નીના માથા પર સિંદૂર લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે, અને પતિ-પત્ની વચ્ચે હંમેશા મજબૂત સંબંધ રહે છે.

Image Source

સિંદુરમાં પારા નામની ધાતુ હોવાને લીધે ચેહરા પર જલ્દી કરચલીઓ નથી પડતી એટેલ કે સિંદૂર લગાવાથી મહિલાઓના ચેહરા પર ઉંમરના સંકેત દેખાતા નથી, અને ચેહરો સુંદર જ રહે છે.માટે વૈજ્ઞાનિક રૂપે પણ મહિલાઓઓમાં સેથો કરવો લાભકારી માનવામાં આવે છે.

Image Source

ધાર્મિક મહત્વ:

Image Source

સિંદૂર લગાવવાનો રિવાજ હિન્દૂ ધર્મમાં ઘણા સમયથી ચાલતો આવ્યો છે અને તેનો ઉલ્લેખ રામાયણમાં પણ મળે છે. કહેવામાં આવે છે કે માતા સીતા રોજ માથા પર સિંદૂર લગાવતા હતા. એક વાર હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું કે તે સિંદૂર શા માટે લગાવે છે તો માતા સીતાએ કહ્યું કે તેનાથી ભગવાન રામને પ્રસન્નતા મળે છે, પ્રસન્ન રહેવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks