સુરતમાં કૌટુંબિક મામા ભાણીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઇ ગયો, ત્રણ-ત્રણ વર્ષ સુધી કર્યુ શોષણ…ગુપ્તાંગમાં નાખી મરચાંની ભૂકી

મામાએ ભાણીના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી નાખી અને 3 – 3 વર્ષ સુધી…આખો મામલો જાણી રૂંવાટી ઉભી થઇ જશે

Maternal Uncle Lured Bhanej : ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે અને કેટલીકવાર તો આવા મામલાઓમાં સંબંધો પણ લજવાતા હોય છે. ત્યારે હાલમાં સુરતના દેલાસા ગામના કૌટુંબિક મામાએ તેની ભાણેજને પ્રેમજાળમાં ફસાવી અને પોતે પરિણીત હોવા છતાં તે તેને ભગાડી લઇ ગયો. એટલું જ નહિ તેણે 3 વર્ષ સુધી પીડિત સાથે બળજબરીપૂર્વક શારીરિક શોષણ કર્યું.

જો કે, પ્રેમી મામાના ત્રાસથી બચી ભાણેજ દેલાસા ગામે ચાલી આવી. જોકે, અંતે નરાધમે હેવાનિયતની બધી હદો પાર કરી દીધી. તેણે ભાણેજને માર માર્યો અને તેના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી નાખી દેતી. જે બાદ છોકરીની હાલત નાજુક થતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. જો કે, પ્રેમી પ્રેમિકાને ઢસડીને લઈ જતો હોય તેવી તસવીર પણ સામે આવી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

નિકુંજ પટેલ દેલાસા ઓલપાડમાં રહે છે અને શહેરની એક ફેક્ટરીમાં સુપર વાઇઝરની પોસ્ટ પર નોકરી કરે છે. તે પરણિત છે અને તેણે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, પ્રેમ લગ્ન પછી પણ તેણે કોટુંબિક ભાણેજ પર નજર બગાડી અને તે તેને રખાત બનાવી રાખવા માંગતો. પહેલા તેણે કોટુંબિક ભાણેજને પ્રેમજાળમાં ફસાવી અને વર્ષ 2020માં ભગાવી લઇ ગયો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તે સમયે યુવતીના માતા-પિતાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, નરાધમ આરોપી યુવતીને અલગ અલગ જગ્યા પર લઇ જતો અને તેના પર ત્રાસ ગુજારતો. ત્યારે આખરે કંટાળી યુવતી પોતાના ગામ દેલાસા આવી ગઈ અને તેનો ખાર રાખી આરોપીએ યુવતીને માર માર્યો. એટલું જ નહિ તેણે યુવતિના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી દીધી. જે બાદ યુવતીની તબિયત બગડતા તેને સુરત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કોટુંબિક મામાએ માનવતાની તમામ હદો પાર કરીને કોટુંબિક ભાણેજ સાથે હેવાનીયત ભર્યું કાર્ય કર્યું હતું અને ઘણીવાર તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા તેમણે આરોપીને ઝડપી જેલ ભેગો કરી દીધો.

Shah Jina