જે દાદીને મળવા પહોંચ્યો હતો વિરાટ કોહલી, તેના માટે આ અબજોપતિ ઉધોગપતિએ કરી દીધી મોટી ઘોસણા

0

ભારતીય ક્રિકેટ ટિમ મંગળવારે બાંગ્લાદેશને હરાવવી વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી હતી. પરંતુ મેચ દરમિયાન એક દાદી ચર્ચામાં રહ્યા હતા. આ 87 વર્ષના ચારુલતાને સોશિયલ મીડિયામાં ‘ફેન ઓફ ધ ટુર્નામેન્ટ’ કહેવામાં આવ્યા છે.


મેચ દરમિયાન આ દાદી તિરંગા સ્કાર્ફ સાથે હાથમાં ટ્રેમપેટ લઈને નજરે આવ્યા હતા. દાદી ફેનને રોહિત શર્મા અને વિરાટ કોહલી મળવા પહોંચ્યા હતા. વહીલ ચેર પર આવેલા ચારુલતાએ બન્ને ખેલાડીઓને જીતની વધામણી આપી હતી. સોશિયલ મીડિયામાં ચારુલતા વાયરલ થઇ ગયા છે.

રાતોરાત ચર્ચામાં આવે;આ ચારુલતાને ઉધોગપતિ આનંદ મહિન્દ્રાએ વર્લ્ડક-પની આગળની મેચની ટીકીટમાટે સ્પોન્સર કરવાની ઓફર કરી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો બાદ આનંદ મહિન્દ્રાએ ટવીટ કર્યું કર્યું હતું કે , હું આમ તો મેચ નથી જોતો પરંતુ આ વૃદ્ધ ભારતીય ફેનને જોવા માટે ટીવી ચાલુ કર્યું છે. આ સાચે મેચ ના વિજેતા છે.

મેચ ખતમ થયા બાદ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, શાબાશ ઇન્ડિયા, હવે એ નિશ્ચિત છે મેચ જીતાડવાવાળા વૃદ્ધ મહિલા સેમી ફાઇનલ અને ફાઇનલમાં પણ રહ. અને તેને ફ્રી ટિકિટ આપવામાં આવે.

આ ટ્વીટમાં એક ફેન્સે રીટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘તમે જ કેમ ના કરી શકો ટિકિટ સ્પોંસનર.’

આ ટ્વીટ પર મહિન્દ્રાએ કે,’આ મહિલા ફેનની તપાસ કરો અને હું વાદો કરું છું કે આગળના ભારતના બધા મેચની ટિકિટનો ખર્ચો હું ઉઠાવીશ. જવાબ આપતા જ લાઈકનો વરસાદ થયો હતો.

જણાવી દઈએ કે ચારુલતા ક્રિકેટણીઓ મોટી ફેન છે. જયારે 1984માં કપિલ દેવની આગેવાની ભારત વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે તે લોર્ડ્સ સ્ટેડિયમમાં હાજર હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here