ખબર

તેઓ કહેતા કે માતા દુર્ગાએ મને વરદાન આપ્યું છે એટ્લે મને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી…

ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઇ જાનીએ ચરાડા ખાતે મધ્યરાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન છે.

તેમનો જન્મ 13 ઓગષ્ટ 1919ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગમે થતો હતો. એવું કહેવાય છે કે તેમના પર માતા આંબાના આશીર્વાદ છે. તેઓ બાર વર્ષના હતા ત્યારથી આજ સુધી એક અન્નનો દાણો પણ ખાધો નથી.

પ્રહલાદભાઈ જાનીને આજે લોકો માતાજી તરીકે ઓળખે છે. આમ તો સંત જીવન જીવે છે. પણ પોતે પુરુષ હોવા છ્તા લાલ રંગનીસાડી, કપાળે લાલ ચાંદલો અને આભૂષણો પહેરે છે. એટ્લે તેમનો દેખાવ નહી પુરુશ કે સ્ત્રી પરંતુ બાહ્ય દેખાવને કારણે લોકો તેમને ચુંદડીવાળા માતાજી તરીકે જ ઓળખે છે.

પ્રહલાદ ભાઈ ને આજ સધી ક્યારેય ભૂખ નથી લાગી. તેઓ કહે છે કે માતા દુર્ગાએ મને વરદાન આપ્યું છે એટ્લે મને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, એ તો ઠીક પણ આજ સુધી જૈવિક ક્રિયા પણ તેમણે અટકાવી રાખી છે. અને માત્ર તે શ્વાસ લઈને જ જીવી રહ્યા છે. તેઓ વધૂમાં જણાવે છે કે હું જયારે બાર વર્ષનો હતી ત્યારે ત્રણ કૂવારીકાઓ મારી આપસે આવીને મારી જીભ ઉપર આંગળી મૂકી ને મને વરદાન આપેલ એ સમયથી આજ સુધી મને ક્યારેય ભૂખ લાગી જ નથી, તેઓ માતા અંબાના પરમ ભક્ત છે. મારા અંબાના પરચા, ચમત્કાર તેમણેનજારો નજર જોયા છે. અને એટ્લે જ તેઓ માતાની ભક્તિમાં લીન રહે છે ને સતત ધ્યાન જ કરે છે.

વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.

ચુંદડીવાળા માતાજીનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એકદમ સખત ક્રાયટેરિયા હોય દરેક સેકન્ડનું મોનિટરિંગ કર્યું હતું. જેમાં બંને સમયનાં સીસીટીવીનાં ફૂટેજ છે. 23 નવેમ્બર 2003થી 10 દિવસ તેમજ બીજીવાર વર્ષ 2010માં મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 15 દિવસનાં સીસીટીવી ફૂટેજ છે. માતાજીનો રૂમ અને બાથરૂમ પણ સીલ કરવામાં આવ્યા હતા, તેમને જે ફલોર પર દાખલ કરાયા હતા તે ફલોર પર અને તેમને રખાયા હતા તે રૂમની બહાર 24 બાય 7 સિક્યુરિટી સ્ટાફ, સર્વેલન્સ ટીમ હતી, અને ડોકટરોની ટીમ નિયમિત તેમનું ચેકિંગ કરતી હતી. આ દિવસો દરમિયાન તેમણે પાણી પીધું ન હતું કાંઇ ખાધું ન હતું.

થોડા વર્ષો પહેલા DRDOએ ચૂંદડીવાળા માતાજી પર રિસર્ચ પણ હાથ ધર્યું હતું. DRDOના રિસર્ચ પાછળ તર્ક હતો કે, કોઈ સ્પેશન મિશનમાં સ્પેસક્રાફ્ટના અંતરિક્ષ યાત્રીઓ માટે ખોરાક-પાણીની વ્યવસ્થામાં વધારે વજન રહે છે. જો આ માતાજીના DNA કોઈમાં ઈમ્પ્લાન્ટ થાય, તો એક મોટી સફળતા ગણાશે. આ માટે માતાજી પર કેમેરાથી નજર રાખવામાં આવી હતી.

ચૂંદડીવાળા માતાજીના ખોરાક-પાણી અને ઉત્સર્જનની ક્રિયાથી સંપૂર્ણ મુક્ત રહેવાના દાવાનો અનેક વખત મેડિકલ અને સાયન્ટિફિક ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ચુંદડીવાળા માતાજી પર કરવામા આવેલા દરેક પ્રયોગો પર માત્ર એટલું જ નિષ્કર્ષ નીકળ્યુ હતું કે તેઓ હકિકતમાં અન્ન અને જળને ગ્રહણ કર્યા વિના 70 વર્ષ કરતા વધુ સમય પસાર કરી ચૂક્યા હતા અને તેમની આ સિદ્ધી પાછળનું રહસ્ય નિષ્ણાંતોના મતે વિશિષ્ટ યોગ શકિત હતી.

જર્મન ફિલ્મ ‘ઇન ધ બિગેનીંગ ધેર વોઝ લાઇવ’ છે. જેમાં માતાજી પર ફોકસ થયું છે. ઓસ્ટ્રીયાનાં પીટર સ્ટ્રોબિંગર નામની વ્યકિતએ બનાવી હતી. અને તેના માટે ઇન્ડિયા બે વાર આવીને માતાજી પર આખી ફિલ્મ બનાવી ગયા હતા, તેમજ વિશ્વમાં ફરીને કયાં કયાં લોકો લાંબો સમય ભુખ્યા રહે છે અને ઉપવાસ કરે છે તેની પર રિસર્ચ કર્યું હતું.