ભારત દેશ એટલે ધાર્મિક દેશ અને એમાં પણ ગુજરાત એટલે ધર્મમાં માનતું એક સૌથી મોટું કેન્દ્ર. આ ધરતી ઉપર ઘણા જ દેવી દેવતાઓ છે, અને સૌથી વધુ પૂજા આપણા ગુજરાતમાં થાય છે એ વાત આપણા સૌ માટે ગર્વની છે. આપણે સૌ ધર્મમાં માનીએ છીએ, ધર્મમાં આસ્થા છે, ઘણા આસ્થાના ના નામ ઉપર છેતરાય પણ છે તે છતાં પણ ધર્મમાં આપણી આસ્થા ક્યારેય નથી ડગમગતી. ભલે આપણે મંદિરમાં દર્શન માટે ના જઈએ છતાં પણ ધર્મમાં તો ચોક્કસ માનીએ જ છીએ, નાસ્તિક હોવાનો દાવો કરતા લોકો પણ આડકતરી રીતે ધર્મમાં માનતા જરૂર હોય છે. આપણા ગુજરાતમાં ઘણા દેવોની સાથે દેવીઓની પૂજાનું સૌથી વધુ મહત્વ છે અને અહીંયા તો દરેક ઘરમાં દરેકના એક કુળદેવી ચોક્કસ હોય છે. વાર તહેવારે અથવા તો કોઈપણ જાતના શુભ પ્રસંગે આપણે આપણા કુળદેવીના મંદિરે જઈને દર્શન પણ જરૂર કરીએ છીએ. આપણા કુળદેવી સિવાયના બીજા માતાજીમાં પણ આપણને ભરપૂર શ્રદ્ધા રહેલી છે ત્યારે જ તો આપણે પાવાગઢ મહાકાળી માતાના દર્શને અને અંબાજી, મા અંબાના દર્શને આપણે જરૂર જઈએ છીએ અને એ પણ કેટલાય કિલોમીટર ચાલીને જવામાં પણ માનતા હોઈએ છીએ.

ધર્મ માણસને ટકાવી રાખે છે, ધર્મ જ માણસને ખોટું કરતા પણ રોકે છે, આજે જ્યારે માણસને માણસનો ડર નથી લાગતો પરંતુ જેને જોઈ નથી શકતા, જે દરેક તત્વમાં, દરેક કણકણમાં રહેલા છે એવો હરદમ આપણે આભાસ કરીએ છોએ એવા દેવી-દેવતાઓનો ડર આપણને હરહંમેશ રહેતો જ હોય છે જેના કારણે આપણે કોઇપણ ખોટું કામ કરતા પહેલા સો વાર તો વિચાર જરૂર કરીએ છીએ.

આપણને જે ધર્મમાં શ્રદ્ધા રહેલી છે તેના કારણે જ આપણા દેશમાં નદીઓને પણ માતાજીનો દરજ્જો આપવામાં આવ્યો છે, કોઈપણ નદીએ આપણે જઈએ ત્યારે તેનું જળ લઈને માથે પણ ચઢાવીએ છીએ, કારણ કે આપણને એમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે, લાગણી છે અને આપણે દિલના કોઈ ખૂણામાંથી એવો વિચાર જરૂર કરીએ છીએ કે માતાજી આપણું સારું કરે, આપણને સુખી રાખે. આપણા વડીલો પણ હંમેશા દેવી-દેવતાઓમાં શ્રદ્ધા રાખે છે, અને તેઓ ભલે પોતાના માટે કઈ નહિ માંગે પરંતુ પોતાના સંતાનો માટે તો તે અવશ્ય પ્રાર્થના કરતા જ હશે.

આપણે સૌ ધાર્મિક છીએ એનું સૌથી મોટું ઉદાહરણ છે કે આપણે જયારે કોઈપણ દેવી દેવતાઓના મંદિર આગળથી પસાર થઈએ ત્યારે પોતાનું માથું હંમેશા ઝુકાવતાં હોઈએ છીએ, આપણે ભલે કોઈ અપરિચિત જગ્યા ઉપર ગયા હોઈએ, ભલે આપણને ખબર નથી હોતી કે કયા દેવી દેવતાનું આ મંદિર હશે છતાં પણ બસમાં, ગાડીમાં, ચાલતા કે ગમે તેમ કરી એ મંદિર ઉપર રહેલી ધજા માત્ર દેખાઈ જાય તો પણ આપણે માથું ઝુકાવી નમન કરીએ છીએ, કારણ કે આપણને દરેક દેવી દેવમાં શ્રદ્ધા છે, આસ્થા છે અને આ આસ્થા જ, આ વિશ્વાસ જ માણસને ટકાવી રાખવામાં ખુબ જ મોટો ભાગ ભજવે છે.

ભલે આપણે ત્યાં કરોડો દેવી દેવતાઓ હશે, ભલે દરેક જ્ઞાતિ દરેક સમાજ અલગ અલગ દેવી દેવતાઓમાં માનતો હશે છતાં પણ આપણે ત્યાં આ દેવી દેવતાઓમાં કોઈપણ વાડા હજુ સુધી પડ્યા નથી, અને ક્યારેય પડશે પણ નહિ, કારણ કે આપણે ત્યાંની દરેક વ્યક્તિને એ શ્રદ્ધા જ ટકાવી રાખે છે, કોઈપણ સમાજ કે જ્ઞાતિના દેવી દેવતા હશે, દરેક સમાજ અને જ્ઞાતિના લોકો તે દેવી દેવતા આગળ પોતાનું માથું ચોક્કસ નમાવશે જ ત્યારે કોઈને એમ વિચાર નથી આવતો કે આ મારા દેવી દેવતા નથી તો હું તેની આગળ મારુ માથું નહીં ઝુકાવું. પરંતુ દરેક વ્યક્તિના મનમાં દરેક દેવી દેવતા માટે સરખું માન રહેલું છે. જેના કારણે આપણે ત્યાં ધાર્મિક એકતા વધુ જોવા મળે છે.

મિત્રો તમને પણ કોઈ દેવી દેવતામાં આસ્થા રહેલી જ હશે, ભલે તમારા કુળદેવી કોઈપણ હોય છતાં પણ તમે મનથી તો એક દેવી-દેવતાઓને ચોક્કસ માનતા હોવ છો અને તેમના માટે તમારા મનમાં પણ એક આસ્થા અને વિશ્વાસ રહેલા હોય છે તો આજે કોમેન્ટ કરી તમને જેનામાં આસ્થા છે તેવા દેવી-દેવતાનું નામ જરૂર કહેજો.
જય માતાજી!! જય ભગવાન!!