જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રવાસ

માતા વૈષ્ણોદેવી ગુફાઓની કેટલીક રહસ્યમય વાતો જે તમે પણ નહીં જાણતા હોય

!માતા વૈષ્ણોદેવીની ગુફાઓ સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો જાણો છો તમે ?

વૈષ્ણોદેવીની રહસ્યમય ગર્ભજૂન ગુફાથી નીકળી માએ કર્યો હતો ભૈરવનો વધ

માતા વૈષ્ણોદેવીના દર્શને આખા વર્ષ દરમિયાન ભારતભરમાંથી લાખો લોકો જાય છે. માતાજીના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય એવું માનવામાં આવે છે. આપણા ગુજરાતમાંથી પણ કેટલાય લોકો દર્શને જતાં હોય છે. પરંતુ દર્શનની સાથે એ જગ્યા વિષે વિસ્તૃત માહિતી હોય ત્યારે દર્શનની સાથે ઇતિહાસ જાણવાનો પણ લાભ મળી શકે છે.

Image Source

આજે અમે તમને મા વૈષ્ણોદેવી ગુફાઓ વિશેની કેટલીક રહસ્યમસ્ય વાતો જણાવવા જઈ રહયા છીએ.

ગર્ભજૂન ગુફાનો ઇતિહાસ:
કહેવાય છે કે માતાજીએ આ ગુફામાં નવ મહિના સુધી તપસ્યા કરી હતી. નવ મહિના કોઈ બાળક પણ માતાના ગર્ભમાં રહે છે જેના કારણે આ ગુફાને ગર્ભજૂન ગુફા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ગુફામાંથી નીકળીને જ માતાજીએ ભૈરવનાથનો વધ કર્યો હતો. આ ગુફા વિષે એમ પણ કહેવાય છે કે મંદિરની સ્થાપના કરનાર પંડિત શ્રીધરને બાળ સ્વરૂપમાં પ્રકટ થયેલા માતાજીએ જ આ ગુફા વિષે જણાવ્યું હતું.

Image Source

આ ગુફાને અર્ધકુંવારી ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાનો આકાર ગર્ભ સમાન છે. આ નાની ગુફામાં મોટા કદની વ્યક્તિ પણ સરળતાથી બહાર નીકળી શકે છે. ભક્તો માને છે કે આ ગુફામાંથી જે પસાર થાય છે તે જીવન મરણના ચક્રમાંથી બહાર નીકળી જાય છે અને તે છતાં પણ તેને બીજું જીવન મળે તો પણ તે સુખી થઈ જાય છે.

Image Source

ભાગ્યે જ થશે તમને આ ગુફાના દર્શન?
માતા વૈષ્ણોદેવીનું જ્યાં સ્થાન છે એ ગુફાના દર્શન જો તમારા કિસ્મતમાં હોય તો જ તમને થશે. આ ગુફામાં વૈષ્ણોદેવી મા કાલી, સરસ્વતી અને લક્ષ્મીના પિંડ રૂપમાં બિરાજમાન છે.  અહીંયા પહોંચવા માટે પહેલા પ્રાચીન ગુફાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ભક્તોની વધતી જતી ભીડના કારણે આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે જયારે ભક્તોની સંખ્યા દસ હજારથી ઓછી હોય છે ત્યારે આ માર્ગને ખોલી દેવામાં આવે છે. ત્યારે તમને આ ગુફામાં દર્શનનો લ્હાવો મળી શકે છે.

Image Source

ભૈરો મંદિર: આ ગુફામાં આજે પણ છે ભૈરવનું શરીર:
ભૈરો મંદિરમાં દર્શન કરવાની ભક્તોને વધુ ઈચ્છા હોય છે. કહેવાય છે કે માતાજીએ આ જગ્યા ઉપર જ ભૈરવનો વધ કર્યો હતો. ભૈરવનું શરીર આ જગ્યા ઉપર પડ્યું અને તેનું માથું ઘાટીમાં પડ્યું હતું. તેનું શરીર આજે પણ આ મંદિરમાં હોવાનું ભક્તો માને છે.

Image Source

ચાલો જણાવીએ માતા રાણીની ગુફા વિષે:
આ ગુફાની લંબાઈ 98 ફૂટ છે. ભક્તોની વધતી જતી ભીડના કારણે આ ગુફામાં બે કુત્રિમ દ્વાર પણ બનાવવામાં આવ્યા છે. આ ગુફાની અંદર એક ચબુતરો છે જ્યાં માતાજી બિરાજમાન થાય છે.

Image Source

જાણો કેવી રીતે થયું માતાજીના મંદિરનું નિર્માણ:
કહેવાય છે કે આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના ભક્ત શ્રીઘર દ્વારા થઈ હતી. કહેવાય છે કે શ્રીધરની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને દર્શન આપ્યા અને પોતાના અસ્ત્તિવનું પ્રમાણ આપ્યું હતું. એક નાની બાળકીના રૂપમાં માતાજીએ ભક્ત શ્રીધરને દર્શન આપ્યા બાદ શ્રીધર દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

Image Source

14 કિલોમીટર લાંબી આ યાત્રામાં આખા વર્ષ દરમિયાન ભારતભર માંથી લાખો શ્રધાળુઓ દર્શન કરવા માટે વૈષ્ણોદેવી જાય છે.  હિન્દૂ ધર્મનું આ એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલા આ ધામના દર્શન કરવાથી જ મનુષ્ય પાવન થતા હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.