આ તોફાન છે કે પછી મોતનો હાહાકાર ? ધૂળની ઊડતી ડમરીઓએ લોકોમાં જગાવ્યો એવો ભયનો માહોલ કે વીડિયો તમને પણ હલબલાવી દેશે, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. ઘણીવાર ધોધમાર વરસાદના તો ઘણીવાર વાવાઝોડા અને રણમાં તોફાનના વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકોનો માંડ માંડ જીવ બચતા પણ આપણે જોઈએ છીએ, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને હલબલાવી રહ્યો છે.

ચીનના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી રેતીના તોફાનનો એક રોમાંચક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયંકર તોફાને ચીનના કિંઘાઈ પ્રાંતના મોટા ભાગને લપેટમાં લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાવાઝોડા દરમિયાન 100 મીટરથી નીચે આવ્યા બાદ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. રાહતની વાત એ હતી કે રેતીના આ વાવાઝોડાને કારણે કોઈ જાનહાની થઈ નથી.

તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની તસવીરો ઘણા વિસ્તારોમાં કેપ્ચર કરવામાં આવી છે.  AccuWeatherના રિપોર્ટ અનુસાર, ગત બુધવારે ઉત્તર પશ્ચિમ ચીનમાં એક શક્તિશાળી ધૂળનું તોફાન આવ્યું હતું. વાયરલ થયેલા વિડિયોમાં રેતીના તોફાનથી સમગ્ર વિસ્તાર રણ જેવા વિસ્તારમાં ફેરવાઈ જતા જોઈ શકાય છે.

અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના અહેવાલ મુજબ રેતીનું આ તોફાન લગભગ ચાર કલાક સુધી ચાલ્યું હતું. જેની અસર દૂર દૂર સુધી જોવા મળી હતી. રેતીના વાવાઝોડાએ હજારો લોકોની ગતિ પર બ્રેક લગાવી હતી. તેની અસર સ્થાનિક લોકો અને આ વિસ્તારની મુલાકાત લેવા આવેલા પ્રવાસીઓ બંને પર સમાન રીતે જોવા મળી હતી. સદનસીબે રેતીના આ વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યાં સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અલગ અહેવાલ મુજબ, એક પ્રચંડ વાવાઝોડાએ સૂર્યને પણ ઢાંકી દીધો હતો.

Niraj Patel