હોલિવૂડની ફિલ્મને ટક્કર મારે એવો ગમખ્વાર એક્સિડન્ટ થયો: એક પછી એક 130 ગાડીઓ અથડાઈ,જુઓ વીડિયો

અમેરિકાના ટેક્સાસમાં એક ભીષણ રોડ દુર્ઘટના સર્જાઈ છે. અહીંયાના એક હાઇવે ઉપર એક સાથે 130 ગાડીઓ એક બીજા સાથે અથડાઈ ગઈ છે. આ દુર્ઘટનાની અંદર 6 લોકોના મોત થઇ ગયા છે.

અમેરિકાના બર્ફીલા ટેક્સાસ આંતરરાજ્ય હાઇવે ઉપર 130 ગાડીઓ એકબીજા સાથે અથડાવવાના કારણે વિશાળ દુર્ઘટના આજે સર્જાઈ ગઈ જેમાં 6 લોકોના મૃત્યુની સાથે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. અમેરિકામાં આ દિવસોમાં શિયાળાના તોફાનને કારણે કેટલાક ભાગમાં વરસાદ અને બરફ પડી રહ્યો છે.

અમેરિકાના કેટલાક ભાગમાં બરફના તોફાનના કારણે સમગ્ર રસ્તા ઉપર બરફની ચાદર ઢંકાઈ ગઈ છે અને માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના પણ તેના જ કારણે સર્જાઈ છે. ટેક્સાસના ફોર્ટ વર્થમાં થયેલી આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ગાડીઓ એકબીજાની ઉપર ચઢી ગઈ હતી. ઘણી ગાડીઓ ટ્રકની નીચે પણ દબાઈ ગઈ હતી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેક્સાસના ફોર્ટ વર્થમાં થયેલી દુર્ઘટના બાદ લગભગ 2 કિલોમીટરથી વધારે વિસ્તાર પ્રભાવિત થયો છે.

આ ભીષણ દુર્ઘટના બાદ ઘણા બધા લોકો બર્ફીલા તોફાન વચ્ચે આખી રાત ફસાયેલા રહ્યા. બચાવ દળ દ્વારા સવારે ટ્રાફિકને સામાન્ય કરવામાં આવ્યું.

તસ્વીરોમાં પણ જોઈ શકાય છે કે આ અકસ્માતમાં ગાડીઓ કેવી રીતે ટ્રકોમાં અને બીજી ગાડીઓમાં ફસાઈ ચુકી છે. ફોર્ટ વર્થનાં ફાયર ચીફ જિમ ડેવિસનું કહેવું છે કે એવા ઘણા લોકો હતા જે પોતાની ગાડીઓની અંદર ફસાઈ ગયા હતા અને તેમને સફળતા પૂર્વક બહાર કાઢવા માટે હાઇડ્રોલિક ઉપકરણોના ઉપયોગની જરૂરિયાત હતી.

Niraj Patel