વાયરલ

હોટલમાં ટેસથી બેસીને લોકો માણી રહ્યા હતા ખાવાનો આનંદ અને ત્યારે જ આવી ગઈ વિશાળકાય ઘો, જુઓ પછી શું થયું વીડિયોમાં

દુનિયાની અંદર ઘણા લોકો એવા છે, અઠવાડીયામાં કે મહિનામાં એકાદવાર હોટલની અંદર જમવા માટે જતા હોય છે. ઘણીવાર હોટલમાં જમવાં કડવો અનુભવ પણ થતો હોય છે. ઘણીવાર જમવામાં કોઈ જીવાત અથવા વાળ પણ આવી જતો હોય છે. ત્યારે જમવાનો સ્વાદ પણ ભોંઠો પડી જાય છે. તો વિચારો તમે જમવા માટે કોઈ હોટલમાં બેઠા હોય અને ત્યાં કોઈ વિશાળકાય પ્રાણી આવી જાય તો ?

સાંભળીને જ ડર લાગવા લાગેને ? પરંતુ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક લોકો એક રેસ્ટોરન્ટની અંદર જમવાનો લુપ્ત ઉઠાવી રહ્યા હોય છે ત્યારે જ એક વિશાળકાય ઘો આવીને તેમના જમવાના રંગમાં ભંગ પડાવી દે છે. આ ઘટનાનો વીડિયો જોઈને ઘણા લોકો હેરાન રહી ગયા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા પોતાની ખુરશી ઉપર ઉભી થઇ જાય છે અને તેની તેની પાછળ એક મહિલા વેઈટર ઘોની પૂંછડી પકડીને લઇ જતી હોય છે. આ મહિલા વેઈટર ઘોને પૂંછડીથી પકડીને ખેંચીને બહાર લઇ જવાનો પ્રયત્ન કરે છે. બધા જ લોકો હોટલમાં બેઠેલા છે. આટલી મોટી ઘો જોઈને ત્યાં બેઠેલા લોકો પણ હેરાન રહી જાય છે.

પરંતુ મહિલા વેઈટર ખુબ જ પ્રેમથી તે ઘોને લઈને બહાર ચાલી જાય છે તે આ ઘોથી જરા પણ ડરતી નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ ઘણા લોકો આ બહાદુર મહિલાની પ્રસંશા પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો હોટલમાં ઘો પ્રવેશી જવાની આ ઘટનાને જોઈને આશ્ચર્યમાં પણ પડી ગયા છે.