હજારો ચાહકોની ભીડ વચ્ચે ઘેરાઇ સની લિયોનની કાર, ટ્વિટર પર વાયરલ થઇ તસવીરો અને વીડિયો

મધમાખીની જેમ સની લિયોનની કાર પર ઉમટી પડ્યા લોકો, વાયરલ થઇ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. ફિલ્મો કરતાં પણ તે તેના બોલ્ડ દેખાવ અને અંગત જીવન માટે લાઇમ લાઇટમાં રહે છે. જો કે આ વખતે સનીની કેટલીક વાયરલ તસવીરો હેડલાઇન્સમાં આવી છે. સનીની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં અભિનેત્રીની સફેદ કારની આસપાસ હજારો ચાહકોની ભીડ મધમાખીની જેમ જોવા મળી રહી છે.

હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. સની લિયોનીની આ તસવીરો તેના કેરળ ટ્રિપની જણાવવામાં આવી રહી છે. આ તસવીરો તે સમયની છે જ્યારે અભિનેત્રી એક ઈવેન્ટ માટે કોચ્ચી પહોંચી હતી. એ વાતમાં કોઈ શંકા નથી કે સની લિયોનની મજબૂત ફેન ફોલોઈંગ છે.

ચાહકો તેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહેતા હોય છે, જેની ઝલક આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીરો કોચ્ચીના એમજી રોડના છે જ્યાં તે એક સ્માર્ટફોન બ્રાન્ચના લોન્ચિંગમાં પહોંચી હતી. જો કે, જણાવી દઇએ કે, આ તસવીર નવી નથી પરંતુ ઘણી જૂની છે. સની લિયોનની આ વાયરલ તસવીરો વર્ષ 2017ની છે જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

સની લિયોને પોતે આ પ્રસંગનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેની પાસે કોચ્ચીના લોકોનો આભાર માનવા માટે શબ્દો નથી. તેણે કહ્યું હતું કે તે લોકોનો આ પ્રેમ અને સમર્થન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તેને ક્યારેય ભૂલી શકશે નહિ. અભિનેત્રીએ એક ફોટો પણ શેર કર્યો જેમાં તેની કાર ભીડની વચ્ચે ફસાયેલી જોવા મળી પરંતુ સનીએ ભીડની તુલના પ્રેમના મહાસાગર સાથે કરી હતી.

લોકો સનીને જોવા માટે એટલા ઉત્સુક હતા કે જ્યારે સની ત્યાં સ્ટેજ પર હાજર હતી ત્યારે લોકો તેનો ફોટો લેવા માટે ત્યાં મૂકવામાં આવેલા પડદા હટાવી અભિનેત્રીને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સનીને જોવા માટે આટલી ભીડ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને હજુ પણ આ થ્રોબેક ફોટા જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Shah Jina