ખબર

આ દેશમાં માણસો જેવડા જોવા મળ્યા ચામાચીડિયા, ડરીને ભાગવા લાગ્યા લોકો

હાલ દુનિયાભરમાં કૂર્ણ વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે, જેના કારણે ચામાચીડિયાને લઈને ઘણી ખબરો સામે આવેલી જોવા મળે છે. હાલમાં જ એક દેશની અંદર માણસના કદ જેટલા ચામાચીડિયા જોવા મળ્યા છે, જેને જોઈને ત્યાંના લોકો પણ ડરી ગયા હતા.

Image Source

ફિલિપાઇન્સમાં એવા ચામાચિડીયા જોવા મળ્યા જેને જોઈને લોકો ખરેખર ડરી ગયા હતા. કોઈના ઘરની સામે જ ઊંધા લટકેલા વિશાળકાય ચમચીડિયાને જોઈને લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ ચામાચીડિયું 6 ફૂટ જેટલું દેખાઈ રહ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં એક યુઝર્સે એક ટ્વીટ કરીને આ ચામાચીડિયાનો ફોટો પોસ્ટ કર્યો છે જેને જોઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકો જણાવી રહ્યા છે કે આ ખુબ જ ડરાવનું છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને એમ પણ જણાવ્યું કે આવા ઘણા ચામાચીડિયા અહીંયા મળી આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.