વડોદરામાં આર્થિક સંકળામણના કારણે પરિવારનો માળો વિખેરાયો, આખા પંચાલ પરિવારે મોતને વહાલું કરવાનો કર્યો પ્રયત્ન, માતા અને દીકરાનું થયું મોત

વડોદરામાં પતિએ જ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, દીકરાને ગળે ટુંપો આપ્યો અને પછી પોતે ઝેરી દવા ખાઈને

Mass suicide of Panchal family in Vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો કોઈ અન્ય કારણે આપઘાત જેવા પગલાં ભરતા હોય છે. તો ઘણીવાર આર્થિક સંકળામણના કારણે આખો પરિવાર જ મોતને વહાલું કરવાનું વિચારતો હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે. જ્યાં પંચાલ પરિવારે આર્થિક સંકળામણના કારણે મોતને વ્હાલું કરવાનું પ્રયત્ન કર્યો હતો.

પત્ની અને દીકરાનું મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાણ રાવપુરામાં આવેલા કાછીયાપોળ બાબાજીપુરામાં રહેતા મુકેશ પંચાલના પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચારી મચી ગઈ હતી, મુકેશ પંચાલે પોતાના ગળાના ભાગે રેઝર મારતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે તેમના પત્નીએ ઝેર પી અને મોતને વહાલું કરી લીધું અને દીકરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારે ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ હાથ ધરી છે.

પરિવાર આર્થિક તંગીથી હતો પરેશાન :

મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ માહિતી મળી રહી છે કે મુકેશભાઈએ પહેલા પત્ની અને દીકરાને મોતને ઘાટ ઉતારી અને પછી જાતે જ ઝેરી દવા ખાઈને ગળાના ભાગે રેઝર મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી છે. આ પગલું તેમને આર્થિક ભીંસના કારણે ભર્યું હોવાનું પણ જાણવા મળી હર્યું છે. જયારે તેમને સારવાર માટે ખસેડવામાં આસ્વી રહ્યા હતા ત્યારે તેમને જણવ્યું હતું કે ખાવા અને રહેવા માટે પૈસા તો જોઈએ, તેથી મેં મારી જાતે જ બ્લેડનો ઘા માર્યો છે.

પત્ની અને દીકરાની હત્યા કરી :

પોલીસ તપાસમાં તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મકાન ખાલી કરવાનું દબાણ પણ હોવાનો ઉલ્લેખ છે. પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ગળે ટુંપો ખાધેલા દીકરાના બંને હાથ બંધાયેલા હતા, જયારે પત્નીએ ઝેરી દવા પીધી હતી પરંતુ તેનાથી મોત ના થતા તેના પતિએ જ દુપટ્ટાથી ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે પતિએ જ પત્ની અને દીકરાની હત્યા કરી પોતે મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel