વાહ ! મહેશભાઈ સવાણી દ્વારા 14-15 ડિસેમ્બરે 111 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, બે મુસ્લિમ કન્યાઓના પણ થશે નિકાહ

છેલ્લા 16 વર્ષથી પીપી સવાણી ગ્રુપ દર વર્ષે સમૂહ લગ્ન યોજે છે, આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓ હોય છે જેમના પિતા નથી હોતા અથવા તો માતા-પિતા બંને નથી હોતા. સવાણી ગ્રુપ આવી દીકરીઓના સમૂહ લગ્ન દર વર્ષે યોજે છે, ત્યારે આ વખતે 14-15 ડિસેમ્બર એટલે કે બે દિવસમાં બે મુસ્લિમ કન્યાઓના નિકાહ સાથે 111 કન્યાઓના વિવાહ થશે. આ બે દિવસમાં 55-55 દીકરીઓના લગ્ન થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અબામાં રોડ પીપી સવાણી ગ્રાઉન્ડ ખાતે આ 15મો સમૂહ લગ્ન યોજાશે, અને 50,000થી વધારે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે. આયોજક મહેશ સવાણી અનુસાર, સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુથી વર કન્યા સહિત તમામ લોકોને વૃક્ષના રોપા ભેટમાં અપાશે. સમગ્ર ગુજરાતમાંથી મોરારીબાપુ સહિત 40 જેટલા સંતોને સમૂહ લગ્નમાં નિમંત્રિત કરાયા છે, જેઓ વર-કન્યાને આશીર્વાદ આપશે.

મુખ્યમંત્રી સહિત રાજકીય અને આગેવાનો પણ હાજર રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિત બંગાળ, યુપીની કન્યાઓ અને બે મુસ્લિમ કન્યાના નિકાહ થશે. 1 બુકબધીર અને 2 દિવ્યાંગ કન્યા પણ સમૂહ લગ્નમાં જોડાશે. આ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 16 વર્ષથી કરવામાં આવી રહ્યુ છે અને આ 15માં સમૂહ લગ્નોત્સવ સાથે અત્યાર સુધીમાં 5,274 કન્યાઓનું પીપી સવાણી ગ્રુપ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું છે.

Shah Jina