29 એપ્રિલના રોજ એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. હાલ તે વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. લગભગ 1.2 માઇલ પહોળો આ ઉલ્કાપિંડ તેના નિર્ધારિત સમયે ઝડપથી વીજળીની ગતિએ આવી રહ્યો છે. બરાબર 29 એપ્રિલ સવારે સાડા પાંચ વાગ્યે તે આપણી પૃથ્વીની નજીક હશે.
આ ઉલ્કાપિંડની તાજેતરની તસ્વીર સામે આવી છે. રસપ્રદ વાત એ છે કે તેનો આકાર માસ્કવાળા ચહેરા જેવો દેખાય છે. 19000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પસાર થઇ રહ્યો છે. તે 1998માં નાસા દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. તેનું નામ 1998 ઓઆર 2 રાખવામાં આવ્યું છે.

29 એપ્રિલે તે પૃથ્વીની નજીકથી પસાર થશે. તે સમયે તેની ગતિ પ્રતિ કલાક 19 હજાર કિલોમીટરની રહેશે. આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે નાસાના વૈજ્ઞાનિકોએ ખાતરી આપી છે કે તે પૃથ્વીથી સુરક્ષિત અંતરે પસાર થશે અને પૃથ્વી બચી જશે. તેનું પૃથ્વીથી અંતર લગભગ 39 લાખ કિલોમીટરનું હશે.
નાસાના સેન્ટર ફોર નિયર અર્થ સ્ટડીઝ અનુસાર, બુધવાર, 29 એપ્રિલ, સવારે 5:56 વાગ્યે ઇસ્ટર્ન સમયમાં પૃથ્વીની નજીકથી ઉલ્કાપિંડ પસાર થશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેના પૃથ્વી સાથે ટકરાવાની શક્યતા ઓછી છે.

આ ઉલ્કાપિંડ આજથી 59 વર્ષ પછી એટલે કે વર્ષ 2079માં સૌરમંડળમાં પાછો આવશે. અરેબીકો વેધશાળાના નિષ્ણાત ફ્લાવિયન વેન્ડેટી કહે છે કે 2079માં તે ખતરનાક સાબિત થઈ શકે કારણ કે ત્યારબાદ તેનું પૃથ્વીથી અંતર ફક્ત 3.5 ગણું હશે. એટલે કે, તેની ભ્રમણકક્ષાનું નિરીક્ષણ અને તેનો અભ્યાસ કરવો જરૂરી છે કારણ કે તે ભવિષ્યમાં ગમે ત્યારે પૃથ્વી માટે એક મોટો ખતરો બની શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.