ખબર

હવે તો ચા અને પાનની લારીએ ખાવા પીવા માટે પણ માસ્ક નહિ ઉતારાય , કમિશ્નરે કહ્યું થશે આટલા રૂપિયાનો દંડ , જુઓ વીડિયો

વધતા જતા કોરોનાના પ્રકોપ વચ્ચે સરકાર પણ હવે સતર્ક બની છે અને લોકો કોરોનાની ગાઈડલાઈનું પાલન કરે તે માટે થઈને પૂરતા પ્રયાસો પણ કરી રહી છે. વધતા જતા કોરોના કાળમાં માસ્ક હવે ફરજીયાત બની ગયું છે. સરકાર દ્વારા પણ માસ્ક નહિ પહેરવા ઉપર દંડ વસુલવામાં આવે છે.

ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઇનનું સખ્ત પાલન કરવા માટે જનતાને જણાવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે 8 એપ્રિલના રોજ એક વિડીયો સંદેશ આપીને રાજકોટની જનતાને અપીલ કરી હતી.

જેમાં મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જાહેરમાં ખાણી પીણી કોઇપણ વ્યકિતએ માસ્ક ઉતારવા નહીં જો માસ્ક વગરના જોવા મળશે તો 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.