વાયરલ

માસ્ક પહેરવાનો આ વીડિયોમાં પોલીસે કર્યું એવું કે લોકો ફટાફટ માસ્ક પહેરવા લાગ્યા, જુઓ વીડિયો તમે પણ કહેશો કે આ બરાબર છે

સોશિયલ મીડિયામાં ઘણા પ્રેન્ક વીડિયો આજકાલ ખુબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે હાલ કોરોના વાયરસના કારણે માસ્ક જીવનનો એક ભાગ બની ચૂક્યો છે. આ દરમિયાન એક પ્રેન્ક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ માસ્ક પહેરવા લાગી ગયા હતા.

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બગીચાની અંદર માસ્ક ના પહેરેલા વ્યક્તિને ફટકારે છે. હવે આ વ્યક્તિને ફટકારતો જોઈને આસપાસ ઉભેલા બીજા લોકો પણ ફટાફટ માસ્ક પહેરવા લાગી જાય છે. કારણ કે જે વ્યક્તિ ફટકારી રહ્યો છે તે વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. અને તેના કારણે જ લોકો ડરવા લાગે છે અને ફટાફટ માસ્ક પહેરતા પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને લોકોનું માનવું છે કે માસ્ક ના પહેરતા લોકો માટે આ એક સરસ ઉપાય છે. કારણ કે આજકાલ લોકો માસ્કને લઈને પણ એટલા સજાગ જોવા નથી મળી રહ્યા. ઘણા લોકો એવા પણ હોય છે જે માત્ર પોલીસના ડરથી જ માસ્ક પહેરતા હોય છે. જુઓ તમે પણ આ વાયરલ વીડિયોને