વાયરલ

એક તરફ જ્યાં માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યાં આ યુવતી કંઈક એવું કરીને બનાવી રહી હતી બેવકૂફ, હકીકત સામે આવી તો લોકો ચોંકી ઉઠ્યા

કોરોના સંક્ર્મણની શરૂઆત સાથે જ લોકોને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા, માસ્ક ના પહેરનાર લોકો ઉપર સરકાર પણ કડક બની અને દંડ પણ વસૂલવા લાગી. માસ્ક કોરોના સામે રક્ષણ મેળવવા માટેનું શ્રેષ્ઠ હથિયાર સાબિત થયું છે ત્યારે આ બધામાં ઈન્ટરેન્ટ ઉપર એક મહિલાનો પ્રેન્ક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર તે અસલી માસ્ક પહેરવાની જગ્યાએ મોઢા ઉપર પેઇન્ટ દ્વારા માસ્ક બનાવીને ફરતી નજર આવી રહી છે. જો કે આ મામલો વાયરલ થયા બાદ અધિકારીઓએ એક્શન લીધી અને કથિત રીતે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા.

આ વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે પહેલા મહિલા માસ્ક વગર એક મોલમાં જવાનો પ્રયત્ન કરે છે. માસ્ક ના પહેરવાના કારણે સિક્યુરિટી ગાર્ડ તેને મોલમાં જવા દેતો નથી. ત્યારબાદ મહિલા રંગથી મોઢા ઉપર સર્જીકલ માસ્ક પેઇન્ટ કરી દે છે જે જોવામાં એકદમ અસલી લાગે છે. ત્યારબાદ તે સિક્યુરિટી ગાર્ડને ઉલ્લુ બનાવીને મોલમાં પ્રવેશી જાય છે અને લોકોના રિએક્શન કેમેરામાં કેદ પણ કરવા લાગે છે.

આ મામલો ઇન્ડોનેશિયાના બાલીનો છે. અહીંયા બે લોકોના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. કારણ કે તે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા હતા. જેમાં મહિલા અસલી માસ્કની જગ્યાએ પેઇન્ટ કરેલો માસ્ક લગાવીને સુપરમાર્કેટમાં ફરી રહી હતી.

જયારે તે સુપર માર્કેટમાં ફરી રહી હતી ત્યારે કોઈએ તેમનો વીડિયો બનાવી લીધો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમની ખુબ જ આલોચના થઇ હતી. તેમના નામ જોશ પાલર અને લિયા જણાવવામાં આવી રહ્યા છે.

વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ કોરોના સંબંધિત નિયમોના ધજાગરા ઉડાવવા માટે તે બંનેના પાસપોસ્ટ જપ્ત કરી લીધા. તમને જણાવી દઈએ કે રુસી અને જોશની ઓળખ તાઇવાન સીટીઝનના રૂપમાં કરવામાં આવી છે.

આ મામલાને આગળ વધતા જોઈને બંનેએ ઇન્સ્ટાગ્રામ ઉપર માફી માંગતો એક વીડિયો પણ શેર કર્યો છે  જેમાં તેમને કહ્યું છે કે તેમને આ કામ તેમના ફોલોઅર્સના મનોરંજન માટે કર્યું હતું. તેમનો કોઈ ખોટો મતલબ નહોતો.

 

View this post on Instagram

 

A post shared by Josh Paler Lin (@joshpalerlin)