માસીક આવવું એ સ્ત્રી શરીરની એક કુદરતી પ્રક્રિયા છે, સ્ત્રીના શરીરમાં આવેલા અંડાશયમાંથી અંડકોષ છુટો પડે છે, અને આ અંડકોષ રક્તના સ્ત્રાવ થકી સ્ત્રીના યોની માર્ગમા આવે છે, અને આ આખી પ્રક્રિયાને માસીક કેવામા આવે છે, આજ માસીકને ધણીવાર માસીક ધર્મ તરીકે પણ સંબોધવામા આવે છે.માસીક ધર્મ દરમિયાન સ્ત્રી અને પુરુષ વચ્ચે શરીર સબંધ બને તો,પુરુષના વીર્ય સ્ખલનમા રહેલો શુક્રાણુ અને અંડકોષનુ મિલન થાય છે અને આ મિલન થકી સ્ત્રીના ગર્ભાશયમા ગર્ભનું નિર્માણ થાય છે.નિર્માણ થયેલા ગર્ભમાથી નવ મહિના પછી નવો માણસ પેદા થાય છે,આ પેદા થયેલો નવો માણસ સ્ત્રી કે પુરૂષ હોય શકે.

હમણા થોડા દિવસ પહેલા એક છોકરીઓની શૈક્ષણિક સંસ્થામા અભ્યાસ માટે આવી રહેલી છોકરીઓમા કેટલી છોકરી માસીક ધર્મમા છે તે ચેક કરવા માટે તેના કપડા ઉતારવામાં આવ્યા.કેટલી છોકરી માસીક ધર્મમા છે કે નહી તે જાણીને એ સંસ્થાના કર્મચારીઓ ને શું ફાયદો થવાનો હતો ? કંઈ નહી…કોઈ ફાયદો નથી.આ નકામુ કૃત્ય એ મારી દ્રષ્ટીએ તે છોકરીઓ માટે ખોટી હેરાનગતી છે. પુખ્તવયની કોઈ પણ સ્ત્રીએ તે માસીક ધર્મમા છે કે નહી તેની સાબિતી બીજા કોઈ વ્યક્તિને આપવાની જરૂર નથી અને આજ સાબિતી બીજા કોઈ વ્યક્તિએ માગવી પણ ન જોઈએ.કેમ કે માસિક ધર્મ એ સ્ત્રીના શરીરમા કુદરતી રીતે ધટતી એક નિત્ય સમયની ધટના છે.
હમણા એક ધર્મના સાધુએ માસિક ધર્મને લઇને તેની સમજણ વગરનુ તદ્દન ખોટુ નિવેદન આપ્યુ.”સ્ત્રી માસિક ધર્મમા હોય અને તેના હાથની રસોઈ કોઈ પુરુષ જમે તો તેને મૃત્યુ પછીના બીજા અવતારમા પશુનો અવતાર મળે.”આવું તે કંઈ હોતુ હશે..? મારા મંતવ્ય પ્રમાણે આવુ ના હોય. હર એક વ્યક્તિને જ્ઞાન આપવાની અને જ્ઞાન લેવાની છુટ છે, પરંતુ તેમા રહેલી વાસ્તવિકતાને વખોડીને નહી. જે જ્ઞાનમા વાસ્તવિકતા નથી તે જ્ઞાન જ્ઞાન નથી.વાસ્તવિકતા અને સિદ્ધાંતો વગરનુ જ્ઞાન માણસની માણસાઈનો વિનાશ કરી નાખે છે.એટલે હર એક વ્યક્તિની વાતમા રહેલી વાસ્તવિકતાનું અનુકરણ કરવુ એ આપણી ફરજ છે અને ખોટી વાતોનુ જતન કરવુ એ આપણા હાથે જ આપણા ખુદનુ પતન કરવા જેવુ છે.

માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીર માથી લોહીનો સ્ત્રાવ થતો હોય છે જેના લીધે સ્ત્રીના શરીરમા સતત કંઈક ને કંઈક નાની મોટી પીડાઓ થતી હોય છે,અમુક વખત ધણી સ્ત્રીઓ આ સમયની પીડાને લીધે પોતાના પગ પર ઉભી પણ નથી રહી શકતી હોતી.માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના સ્વભાવમ નિયમીત સમય કરતા આ સમય દરમિયાન આપણને અણગમો પેદા કરે તેવો હોય છે,એટલે તે ધણીવાર આ સમય દરમિયાન ન કહેવાનુ પણ કહી દેતી હોય છે.ઈન શોટૅ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીનો મગજ થોડો ઘણો ઠેકાણે નથી રહેતો,અને આપણે બધાને ખબર છે મગજ ઠેકાણે ન હોય તો શું થાય એ એટલે આપણે વધારે તેની ચર્ચા નથી કરવી.

માસિક ધર્મ દરમિયાન સ્ત્રી તેના થકી થતી પીડાઓને પસાડવા માટે આરામ ઈચ્છતી હોય છે એટલે પહેલાના જમાનામા ધરમા રહેલી બીજી સ્ત્રીઓ માસિક ધર્મથી પીડાઈ રહેલી સ્ત્રીને પાણી ભરવાની,કપડા ધોવાની, રસોઇ કરવાની અને ભગવાનના પુજા-પાઠ કરવાની ના પાડતી,આ બધા કામ નહોતી કરવા દેતી,જેથી કરીને તે માસિક ધર્મ વાળી સ્ત્રી આરામ કરી શકે અને આજ વાસ્તવિકતા છે.માસિક ધર્મ થી કોઈ ધર્મ અપવિત્ર નથી થતો,કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનુ સ્વરૂપ માનવામા આવે છે.

હવે વાત રહી નવા અવતારની,તો આ નવા અવતારનુ અસ્તિત્વ પૃથ્વી પર નર અને માદા જાતી વચ્ચે થતી પ્રેમ ભરી પ્રજનન પ્રક્રિયાના પ્રયોજન થી થાય છે. નરના શુક્રાણુ અને માદાના અંડકોષન નો હસ્તમેળાપ ગર્ભાશય નામના મંડપમા થાય છે અને નવ મહિના વિત્યા પછી એક નવો માણસ આ પૃથ્વી પર અવતરે છે.આ અખિલ બ્રહ્માંડમાં હર એક જાતી માટે પોતાની જાતને ટકાવી રાખવા માટે હર એક જાતીને અનુકૂળ આવે તેવુ સરસ પ્રજનન તંત્ર આપ્યું છે એટલે ખાલી ખોટી બીજાની વાતોનુ ખોટુ અનૂકરણ કરીને પોતાનુ નુકસાન પોતાના હાથે ન કરવું એવી મારી બધાને નમ્ર અપીલ છે.

માણસ જાતના અંડકોષ અને શુક્રાણુઓને બીજી જાતીના સજીવના ગર્ભાશયમાં દાખલ કરવામા આવે તો માણસ કે પછી જે જાતીનુ ગર્ભાશય છે તે જાતીનુ કોઈ નવુ સજીવ પેદા નથી થતુ.આવી પરિસ્થિતિમા દાખલ કરેલ શુક્રાણુ અને અંડકોષ મૃત્યુ પામે છે,ઈન શોર્ટ કહુ તો, ચા અને કોફીનો પાક આસામની જમીનમાજ ઉપજે છે,આજ ચા અને કોફીનો પાક કાઠીયાવાડની જમીનમા ન ઉપજે,કેમ કે કાઠીયાવાડની જમીન મગફળીને જ અનુકુળ આવે છે ચા અને કોફી ને નહીં,કેમ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂળતા ના આશીર્વાદ આપણી સાથે હોવા અત્યંત જરૂરી છે.

મને મીડીયાના માધ્યમથી જાણવા મળ્યું કે,માસિક ધર્મ પર ખોટુ નિવેદન કરનાર સાધુના નિવેદનને સમર્થન આપવા માટે તેના ભક્તો રેલી કરશે. ચાસા સિદ્ધાંત અને સમજણ વગરનુ સમર્થન ક્યારેય વાસ્તવિકતાનુ નિર્માણ નથી કરી શકતુ.
મારા મતે , માસિક ધર્મ એ માનવજાત માટે માતૃત્વ અને પિતૃત્વ ને પામવાનો પ્રેમાળ પથ છે.ઈન શોર્ટ માસિક ધર્મ એ માનવજાત માટે તેના અસ્તિત્વ ને કાયમી બનાવી રાખમા માટેની જડીબુટ્ટી છે.
Author: ખોડીફાડ મેહુલ (ગુરુ) – GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.