માસિકધર્મ મહિલાઓમાં થનારી એક સામાન્ય પ્રક્રિયા છે. પણ દરેક મહિના આ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે. પીરીયડ દરમિયાન, મહિલાઓમાં થનારા હોર્મોનલ ચેન્જીસને લીધે તેઓને પેટ ફૂલવું, થકાન લાગવી, પીઠમાં દર્દ અને મુડ સ્વીંગ થવું જવી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે.

યાદ રાખો કે ભલે તમે તેની તકલીફોને બાંટી ન શકતા હોવ પણ અ દરમિયાન તેની અમુક બેઝીક જરૂરીયાતોનું ધ્યાન રાખો, તેની મદદ કરીને તમે તેને કઈક સ્પેશીયલ પણ મહેસુસ કરાવી શકો છો, સાથે જ તમારા રીશ્તાને પણ મજબુત કરી શકો છો. ચાલો તો તમને જણાવીએ કે માસિકના દરમિયાન પોતાના પાર્ટનરનું કેવી રીતે ધ્યાન રાખવું.
મહિલાઓને દરેક મહિને માસિક ધર્મ માંથી પસાર થાવું પડે છે. તેને પીએમએસ (PMS) એટલે કે પ્રીમેન્સ્ટુઅલ સિન્ડ્રોમ (premenstrual syndrome) પણ કહેવામાં આવે છે.આ દરમિયાન મહિલાના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે.માસિક ધર્મ દરમિયાન મહિલાઓનો સ્વભાવ ચીડિયો થઇ જાવો કે વાત વાત પર ગુસ્સો આવવો વગેરે જેવી બાબતો સામાન્ય રીતે થાતી હોય છે, જે શરીરમાં થનારા હોર્મોન્સના બદલાવને લીધે થાતું હોય છે. જો તમારા પાર્ટનરમાં પણ આવા પ્રકારના બદલાવો થાતા દેખાય છે તો તેની સમસ્યાની અવગણના કર્યા વગર તેના દર્દને સમજો. ઘણી એવી બાબતો છે જેના દ્વારા તમે તમારી પાર્ટનરના સ્વભાવ કે મૂડને બદલાવી શકો છો જેનાથી મહિલાના અને દર્દને અનેક ગણું ઓછું કરી શકાય છે.
1. બોડી મસાજ આપો:
પીરીયડના દીવસોમા મહિલાઓમાં બોડી પેઇનની ફરિયાદ એક સામાન્ય વાત છે. એવામાં તમે તેને હલ્કા હાથથી બોડી મસાજ આપશો તો તેને સારું મહેસુસ થશે.

2.યોગા અને એકસરસાઈજ માટે પ્રેરિત કરો:
પીરીયડનાં દિવસોમાં યોગા અને હલકું-ફૂલકું વ્યાયામ દર્દમાં આરામ આપે છે. તમારે તમારા પાર્ટનરને આવું કરવા માટે પ્રેરિત કરવી જોઈએ.

3. સ્ટ્રેસને રાખો દુર:
આ દિવસોમાં તમે તમારા પાર્ટનરની સાથે કોઈપણ પ્રકારના તણાવ અને દબાવથી દુર રાખવાની પૂરી કોશીસ કરો.

4. ખાવા-પીવાનું રાખો ધ્યાન:
મહિલાઓ મોટાભાગે આ દિવસોમાં કમજોરી અને દર્દનાં ચાલતા પોતાના ખાવા-પીવા પર યોગ્ય રીતનું ધ્યાન આપી શકતી ન હોય. તે તમારી જવાબદારી બને છે કે તમે તેને સારી ડાઈટ ઉપલબ્ધ કરાવો.

5. આસાન થઇ જાશે આ દીવસો:
જો તમે તમારા પાર્ટનરનું ધ્યાન રાખશો અને મુશ્કિલ દિવસોમાં યોગ્ય દેખભાળ અને પ્રેમ આપશો તો આ દિવસો ખુબ જ આસાન લાગશે. અને તમારી આ કોશીસો તમારી જગ્યા વધુ મજબુત બનાવી દેશે.

6. વધુ ચા કે કોફી ન પીઓ:
પીરીયડનાં દરમિયાન મહિલાઓને વધુ ચા અને કોફી નુકસાન અપાવતી હોય છે માટે પોતાના પાર્ટનરને ચા અને કોફીનાં સ્થાન પર સૂપ, નારીયેલ પાણી અને ફળોનું જ્યુસ આપો.

7. ચોકલેટ ખવળાવો:
જો કે સંબંધમાં આજકાલ એમ જ ચોકલેટ ખવળાવવાનો રીવાજ છે પણ પીરીયડનાં દરમિયાન તમે પોતાના પાર્ટનરને ચોકલેટ ખવળાવશો તો તેમાં મોજુદ ફ્લેવનોઇડસ તમારા પાર્ટનરનાં મુડને સારો બનાવી દેશે.

8. યાદ રાખો તારીખ:
પોતાના પાર્ટનરની પીરીયડની તારીખને યાદ રાખો. ઘણીવાર મહિલાઓમાં પીરીયડ શરુ થવાના એક-બે દિવસ પહેલા પણ બેચેની અને થકાન જોવા મળતી હોય છે. એવામાં તારીખ યાદ રાખવા પર તમે તેઓની પરેશાનીને સમજી શકશો.

9.મુડ સ્વીંગને સમજો:
માસિક ધર્મના દરમિયાન મહિલાઓ મોટાભાગે ચીડચિડી બની જાતી હોય છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવવો પણ આ સમયે એક સામાન્ય વાત છે, એવામાં તમે તેના કોઈ કારણ વગર ગુસ્સો કરવા પર શાંત રહો અને તેને સંભાળવાની કોશીસ કરો.

10.કામોમાં કરો મદદ:
આ દિવસોમાં ઘર અને બહારનાં કામોમાં મેનેજ કરવું કોઈપણ મહિલાઓ માટે મુશ્કિલ હોય છે. આ મુશ્કિલ દિવસોમાં તમારે તેને કામમાં મદદ કરવી જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks