રાજકોટમાં ભાણિયાનું માસી સાથે ચાલતું હતું ઇલુ ઇલુ, માસાને ખબર પડી પછી ભાણીયા સાથે કર્યું એવું કે જાણીને ધ્રુજારી છૂટી જશે

યુવકે માસી સાથે જ માણ્યું હતું સુખ…જયારે માસાને ખબર પડી ગઈ ને પછી તો….ખુલ્યું સૌથી ઊંડું રહસ્ય- જાણો વિગત

ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃતિઓ સતત વધવા લાગી છે, અને તેમાં પણ રાજકોટ તેનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાંથી છેલ્લા થોડા સમયથી કેટલાક હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ગત રોજ રાજકોટના ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવક કાર સાથે અથડાયો હતો. કાર સાથે અથડાતા યુવકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરીહતી.

હવે આ ઘટનાની અંદર મોટો ખુલાસો થયેલો જોવા મળ્યો છે. ગત રોજ શહેરના 150 ફૂટ રિંગરોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતા અને તેના ગળાના ભાગે કુહાડાના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જો કે, આ યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ હતુ. ઘટનાની વિગત તપાસીએ તો, રાત્રે 9 વાગ્યા આસપાસ એક યુવક ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે આવેલા ગેરેજ નજીક દોડતો આવ્યો હતો અને તે કાર સાથે અથડાઇ પડી ગયો હતો.

આ યુવકને જોઇ રાહદારી મહિલાઓએ બૂમાબૂમ કરી હતી અને જેને પગલે ગેરેજમાં  કામ કરતા વ્યક્તિ જેમનું નામ સાવન ચૌહાણ છે તેઓ બહાર દોડી આવ્યા હતા. આ યુવકના ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી પણ વહી રહ્યુ હતુ. આ વ્યક્તિએ તરત જ 108ને જાણ કરી હતી અને 108 દોડી આવી હતી તે બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળ્યા પહેલા જ તે મોતને ભેટી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ તાલુકા પોલિસ સ્ટેશનના પીઆઇ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી આવ્યો હતો. મૃતકને ગળાના ભાગે ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યુ હતુ. યુવક જે તરફથી દોડતો આવ્યો હતો, તે બાજુના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલામાં એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. જેમાં આ અંગે તપાસ કરતા નિર્મોહી ચૌહાણ નામના આ વ્યક્તિને તેના જ માસાએ છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પોલીસે મૃતકના માસની ધરપકડ કરી હતી, જેના બાદ તેમની સાથે કડકાઈથી પુછપરછ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. તેના માસ કુંદને જણાવ્યું હતું કે મૃતક નિર્મોહીની આંખ તેના માસી સાથે જ મળી ગઈ હતી. જેના બાદ બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ બંધાતા હતા. એક દિવસ તેમને નિર્મોહી અને તેમના પત્નીને રંગરેલીઓ માનવતા જોઈ લીધા હતા. જેના બાદ બંને વચ્ચે બોલચાલ પણ થઇ હતી.

ત્યારે નિર્મોહીએ જણાવ્યું હતું કે તે તેના માસી સાથે સંબંધો ચાલુ જ રાખશે, અને તેમની સાથે જ જીવશે, કા તો તમે સંબંધો ચાલુ રાખવા દો કે પછી છૂટાછેડા આપી દો તેવું નિર્મોહીએ જણાવ્યું હતું. જેના બાદ રોષે ભરાયેલા માસ કુંદને ભાણીયા નિર્મોહીનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું હતું.

આ સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ તેના માસાએ નિર્મોહીને મળવા બોલાવ્યો હતો. ત્યાં માસીને છોડી દેવા માટે છેલ્લીવાર સમજાવ્યો હતો. પરંતુ આ વખતે પણ નિર્મોહીએ જણાવ્યું હતું કે, “હું જીવીશ ત્યાં સુધી માસી સાથે રહીશ અને તમે તેને યોગ્ય પ્રેમ નથી આપતા તેથી મારે સાથે રહેવું જ પડશે. ” જેના કારણે ઉશ્કેરાયેલા માસા કુંદને અને તેની સાથે રહેલા બે લોકોએ તેને છરીના ઘા મારી દીધા હતા. ત્યાર બાદ નિર્મોહી ત્યાંથી ભાગ્યો હતો. જો કે તે સોસાયટીમાં ઘુસી જતા આ લોકોએ નિર્મોહીનો પીછો કરવાનો છોડી દીધો હતો.

આ હત્યાકાંડમાં કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે નિર્મોહીના રૂમમેટની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે, નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. જેથી પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી હતી. નિર્મોહી મુળ યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની હતો. તે મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ ખાતેના એક કારખાનામાં કામ કરતો હતો, ત્યાં જ રહેતો હતો.

Niraj Patel